Citizenship To Hindu Refugees : છેવટે ભારતની નાગરિકતા મળી! CAA હેઠળ બન્યા ભારતીય નાગરિક.
5 હિન્દુ શરણાર્થીઓને બુધવારે નાગરિકતા
દિલ્લીમાં આદર્શ નગરમાં રહેતા 5 હિન્દુ શરણાર્થીઓને બુધવારે નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ નાગરિકતા મળી હતી, ભારતના નાગરિક બનવાના કારણે આ લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
Citizenship To Hindu Refugees : 14 હિન્દુ શરણાર્થીઓ દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં બનેલા કેમ્પમાં રહે છે
દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે એક મોટું પગલું ભર્યું અને CAAનું નોટિફિકેશન બહાર પાડીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા લઘુમતી લોકોને ભારતીય નાગરિકતા આપવાનો માર્ગ મોકળો કર્યો. કેન્દ્ર સરકારના આ પગલાથી ભારતમાં વર્ષોથી રહેતા લોકો માટે ભારતીય નાગરિકતાનો રસ્તો સંપૂર્ણ રીતે સાફ થઈ ગયો છે. બીજી તરફ હવે સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે અને 14 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતાનો પુરાવો આપ્યો છે. આ તમામ 14 હિન્દુ શરણાર્થીઓ દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં બનેલા કેમ્પમાં રહે છે. જેમાંથી આદર્શ નગરમાં રહેતા 5 હિન્દુ શરણાર્થીઓ છે. મતલબ કે હવે સ્પષ્ટપણે કહી શકાય કે હવેથી આ લોકો સત્તાવાર રીતે ભારતના નાગરિક બની ગયા છે. આ સર્ટિફિકેટ બાદ આ લોકોમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો હતું. લોકો નાચતા અને ભારત સરકારના આ પગલાની પ્રશંસા કરતા જોવા મળે હતું.
તમે આ પણ વાંચી સકો છો :
Swati Maliwal: કેજરીવાલના સહયોગી દ્વારા મહિલા સાંસદ સાથે ‘દુરાચાર’, ભાજપ દ્વારા કેસને લઈને વિરોધ
તમે આ પણ વાંચી સકો છો :
Farooq Abdullah: નરેન્દ્ર મોદી પર ફારુક અબ્દુલ્લાની ટિપ્પણી, કહ્યું ‘તમારી પત્નીને સંભાળી ન શક્યા’