HomeGujarat8 People Drowned In Narmada River : સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા...

8 People Drowned In Narmada River : સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબ્યા, બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો કુદયાં – India News Gujarat

Date:

8 People Drowned In Narmada River : 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા એક યુવાન ને સ્થાનિકોએ ડૂબતા આબાદ બચાવ્યો હજુ 7 લાપતા શોધખોળ શરૂ.

નર્મદા નદીમાં નાહવા પડતા પડ્યા

સુરતમાં રહેતા 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબી જવાની ઘટના બનવા પામી છે. મૂળ અમરેલી જિલ્લાનાં વતની અને અને હાલ સુરતમાં રહેતા પ્રવાસીઓ પોઇચા આવ્યા હતા. પોઇચામાં નર્મદા નદીમાં નાહવા પડતા પડ્યા હતા. એક પછી એક કુલ 8 લોકો ડૂબ્યા હોવાની વિગત જાણવા મળી છે.

8 People Drowned In Narmada River : 7 લાપતાની શોધખોળ શરૂ કરાઈ

સુરત રહેતા 8 પ્રવાસીઓ પોઇચા ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયા છે. બચાવો બચાવોની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા. કુલ 8 પ્રવાસીઓમાં ત્રણ નાના બાળકો હતા. સ્થનિકોએ એકને ડૂબતા આબાદ બચાવ્યો હતો. હજુ 7 લાપતાની શોધખોળ શરૂ કરાઈ છે. ડૂબતાં તમામ પ્રવાસીઓના નામ આપને જણાવીએ જેમાં તમામ લોકો સણિયા હેમાદના ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રેહતા 45 વર્ષના ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા, 12 વર્ષના આરનવ ભરતભાઈ બલદાણિયા, 15 વર્ષીય મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા, ભાર્ગવ અશોકભાઈ હડિયા, ભાવેશ વલ્લભભાઈ હડિયા, 11 વર્ષનો વ્રજ હિંતમભાઈ બલદાણિયા,અને 7 વર્ષનો આર્યન રાજુભાઈ ઝીંઝાળા હોવાનું જાણવા મળ્યું છે. રાજપીપળા ટાઉન પોલીસ, નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને શોધખોળ હાથ ધરી છે.

તમે આ પણ વાંચી સકો છો :

PM Modi Nomination: માતા ગંગાએ મને દત્તક લીધો છે…, વારાણસીથી નોમિનેશન ફાઇલ કરતા પહેલા પીએમ મોદીએ કહ્યું

તમે આ પણ વાંચી સકો છો :

Balaram Palace: પાલનપુર નજીક બાલારામ પેલેસ કુદરતી સૌદર્યથી ભરપુર, વેકેશનમાં પર્યટકોની ભારે ભીડ 

SHARE

Related stories

Latest stories