HomeGujaratCruel Side Of A Mother : બાળકીનું ગળુ દબાવી હાથ તેમજ તાવીતાથી...

Cruel Side Of A Mother : બાળકીનું ગળુ દબાવી હાથ તેમજ તાવીતાથી માર માર્યો, નિષ્ઠુર માતાનો લાંછન રૂપ કિસ્સો – India News Gujarat

Date:

Cruel Side Of A Mother : સગી દીકરીને ક્રૂરતા સાથે માર મારતો વિડિયો વાયરલ બાળકીના પિતા દ્વારા ફરિયાદ નોંધાવાઈ ક્રૂર મોટા વિરુદ્ધ ફૈયાદ નોંધાઈ.

લાંછન સ્વરૂપ વિડિયો વાયરલ થયો

કચ્છમાં એક મોટા પર લાંછન સ્વરૂપ વિડિયો વાયરલ થયો છે જેમાં ભુજના માધાપરમાં બાળકીને માર મારતો વિડીયો જોવામાં આવ્યો છે જેમાં માધાપર પોલીસ સ્ટેશન ખાતે પ્રિયંકા ગોધારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

નવ વર્ષની બાળકી સોમ્યાથી તેલ ઢોળાતા બાળકીની માતા ગુસ્સે થઈ

તાજેતરમાં સોશિયલ મીડિયામાં બાળકીને ઢોર માર મારતી માતાનો વિડીયો વાયરલ થતા સમગ્ર કચ્છમાં ચર્ચા થવા લાગી હતી. વિડીયો વાયરલ થતા છૂટાછેડા લીધેલી પત્ની વિરુદ્ધ પતિએ અને બાળકીના પિતા રાહુલ મહેશ્વરીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, બે વર્ષ અગાઉ માધાપરના આંબેડકર નગરમાં ફરિયાદી અને આરોપી પ્રિયંકા સાથે રહેતા હતા. તેમની નવ વર્ષની બાળકી સોમ્યાથી તેલ ઢોળાતા બાળકીની માતા ગુસ્સે થઈ હતી અને ગળુ દબાવી હાથ તેમજ તાવીતાથી માર માર્યો હતો. તપાસમાં વાયરલ વીડિયો બે વર્ષ જૂનો હોવાનું ખુલ્યું હતું. બાળકીથી તેલ ઢોલાઈ જતા માતા ગુસ્સે થઈ હતી અને તેને કાબુ ગુમાવી બાળકીનું ગળું દબાવી તવીતાથી માર માર્યો હતો.

Cruel Side Of A Mother : થોડા દિવસ પહેલા જ છૂટાછેડા લઈ લીધા હતા

ફરિયાદી પૂર્વ પતિના મતે તેણે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેને બે બાળકો છે. જો કે, તેને થોડા દિવસ પહેલા જ છૂટાછેડા લઈ લીધા હતા. બંને બાળકોનો કબજો માતા પાસે છે. ફરિયાદીએ જ આ વીડિયો ઉતાર્યો હતો અને બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે મોડે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં આરોપી પ્રિયંકા જયપુર રાજસ્થાનમાં રહે છે. માધાપર પોલીસ સ્ટેશને આરોપી પ્રિયંકા વિરુદ્ધ આઇપીસી 323 તેમજ કિશોર ન્યાય અધિનિયમ 2015 કલમ 75 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર મામલે માધાપર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નીરવ ડામોરે વધુ તપાસ હાથ ધરી છે.

તમે આ પણ વાંચી સકો છો :

Decarbonising India : ડીકાર્બોનાઇઝિંગ ઇન્ડિયા અને વૈશ્વિક ડાયમંડ સેક્ટરને વેગ આપવા SRK એ અપનાવ્યા નવા સસ્ટેનેબિલિટી સ્ટાન્ડર્ડ

તમે આ પણ વાંચી સકો છો :

Now you will not be able to offer these flowers in temples: હવે આ ફૂલો મંદિરોમાં ચઢાવી શકાશે નહીં, કેરળ ત્રાવણકોર અને મલબાર દેવસ્વોમ બોર્ડે લાદ્યો પ્રતિબંધ

SHARE

Related stories

Latest stories