Election Work Checking : તમામ સામગ્રી એકત્ર કરી કર્મચારીઓ તેની ચકાસણી કરી તમામ બુથ ખાતે ચુંટણી અધિકારો પહોંચી કામગીરી આરભી.
સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થનાર છે
છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતની જનતા જેની કાગડોળે રાહ જોઈ રહી હતી એ ગુજરાતની લોકસભાની ચૂંટણી 7 મી મેના રોજ યોજાવા જઈ રહી છે. વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થનાર છે. જે સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. જેની તમામ તૈયારી પ્રશાસને પૂર્ણ કરી દીધી છે.
અલગ અલગ ટીમ બનાવી કામગીરીને આખરી ઓપ અપાયો
લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને તૈયારીના ભાગરૂપે વહીવટીતંત્ર પૂરેપૂરું સજ્જ થઇ ગયું છે. લૉકસભા બારડોલી ચૂંટણીને પગલે માંગરોળ તાલુકાનું વહીવટીતંત્ર પણ આખરી કામગીરીને ઓપ આપી રહ્યું છે. તમામ બુથો પર કમર્ચારીઓને તૈનાત કરી દેવાયા છે. ચૂંટણીલક્ષી સાધન-સામગ્રીઓ ચકાસી પોતાની અલગ અલગ ટીમ બનાવી કામગીરીને આખરી ઓપ અપાયો હતો. લોકસભાની ચૂંટણી અનુલક્ષીને વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે વિધાનસભા માંગરોળના કાર્યક્ષેત્રમા આવતા કે.આઈ મદ્રેસા કેમ્પર્સ ખાતે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી અર્થે જોડાયેલા કર્મચારીઓ સવારથીજ હાજર રહ્યા હતા. તેઓ બૂથ અનુસાર પોતાની ટીમ સાથે જોડાયા હતા.
Election Work Checking : બૂથ ઉપર વોટિંગ મશીન પહોચતા કરી દેવામાં આવ્યા
મતદાનના આગલા દિવસે ચૂંટણી કર્મચારીઓને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ફાળવણી કરવામાં આવી હતી બૂથ વાઇઝ કરવામાં આવેલી રીસિવિંગ એન્ડ ડિસ્પેચની કામગીરી દરમ્યાન મોટાભાગના બૂથ ઉપર વોટિંગ મશીન પહોચતા કરી દેવામાં આવ્યા હતા. તેઓએ ચૂંટણીલક્ષી સાધનો ઇ.વી.એમ મસીન અને અન્ય સાહિત્ય સહિતની સામગ્રી એકત્ર કરી કર્મચારીઓ તેની ચકાસણી કરી હતી. માંગરોળ તાલુકા સેવાસદનના નાયબ કલેકટર તેમજ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપી ચૂંટણી કામગીરીની સમીક્ષા કરી હતી.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :