EVM Dispatching Operations : ક્રિટિકલ મતદાન મથકો પર માઈક્રો ઓબ્ઝર્વર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તંત્ર સજ્જ.
331 મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ રવાના
સાબરકાંઠા લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે.તા.૭મી મેના રોજ ત્રીજા તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં 331 મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ વહીવટી તંત્ર દ્વારા રવાના કરાયા હતા.
EVM Dispatching Operations : બુથ અને રૂટના વાહનો સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
સાબરકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ કારવામી આવી છે. ત્યારે સાબરકાંઠા બેઠકના ચૂંટણી અધિકારીએ તમામ બુથથી લઈને ઈવીએમ ડિસ્પેચીંગ અને સ્ટાફ ફાળવણી સહિત સુરક્ષા વ્યવસ્થા તૈયાર હોવાનું નિરીક્ષણ કર્યું હતું. આ બધી તૈયારી મોડાસાની એન્જીનીયરીંગ કોલેજ ખાતે શરૂ કરવામાં આવી હતી. તે સાથે મોડાસાના 331 મતદાન મથકો માટે ઇવીએમ ડિસ્પેચિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ બુથ અને રૂટના વાહનો સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવમાં આવ્યો હતો. તે સાથે ક્રિટિકલ મતદાન મથકો પર માઈક્રો ઓબ્ઝર્વરની નજર પણ રહેશે. ઇવીએમ ખોટકાવના સંજોગોમાં ટ્રબલ શૂટિંગ ટિમ રિઝર્વ ઇવીએમ સાથે સજ્જ રહેશે. અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય અને મતદારોને કોઈ પણ પ્રકાર ની તકલીફ નઇ થાઈ તે માટે તંત્ર સજ્જ રહેશે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :