HomeElection 24Kumbhani's Woes Add Up : સુરતના કોંગ્રેસી ઉમેદવાર કુંભાણીની મુશ્કેલીમાં વધારો ચૂંટણી...

Kumbhani’s Woes Add Up : સુરતના કોંગ્રેસી ઉમેદવાર કુંભાણીની મુશ્કેલીમાં વધારો ચૂંટણી પંચ કરશે તપાસ, આટલા વર્ષની છે સજાની જોગવાઈ? – India News Gujarat

Date:

Kumbhani’s Woes Add Up : રિપોર્ટ બાદ થશે કાર્યવાહી – બે થી સાત વર્ષની થઈ શકે છે સજા. ચુંટણી પંચ પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી કોંગ્રેસે.

કોંગ્રેસના પૂર્વ ઉમેદવારને હવે નવી મુશ્કેલીનો સામનો

સુરતની લોકસભાની ચૂંટણી સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રીત કરી ગઈ છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરીને બરાબર ફસાયા હોય તેવું સામે આવી રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવારે જે સમર્થકો પાસે ખોટી સહીઓ કરાવી છે. તે તપાસનો વિષય બન્યો છે. આ એક ગંભીર પ્રકારનો ગુનો છે. જો ચૂંટણી પંચ કોઇ પગલાં લેશે, તો કોંગ્રેસના પૂર્વ ઉમેદવારને હવે નવી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

Kumbhani’s Woes Add Up : ડમી ઉમેદવારનું ફોર્મ સમર્થકોની ખોટી સહીના કારણે રદ થયું

સુરત લોકસભા ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ફૉર્મ ભર્યા બાદ થયેલા હાઇ વૉલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસ ઉમેદવારનું ફૉર્મ રદ્દ થયું હતું જેમાં નામાંકન પત્રમાં કરેલી સહીઓ જો ખોટી હોય તો કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણી સામે પગલાં કેમ નહીં ?, તેવા એક સવાલના જવાબમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ કહ્યું કે, કોંગ્રેસના ઉમેદવાર અને ડમી ઉમેદવારનું ફોર્મ સમર્થકોની ખોટી સહીના કારણે રદ થયું હતું. તે નિયમસરની પ્રક્રિયા છે. પરંતુ, ઉમેદવારે કરાવેલી ખોટી સહીઓ તપાસના દાયરામાં આવી શકે તેમ છે. ખોટી સહીઓ બાબતે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી પાસેથી અમે ડિટેઇલ રિપોર્ટ મંગાવવાના છીએ. તપાસના અંતે કસૂરવાર હશે, તો પગલાં પણ લેવાશે. ચૂંટણી પંચ ત્યારે જ પગલાં લઈ શકે છે. જ્યારે રિપોર્ટ મળે. પરંતુ ખોટી સહીઓ એ ઈન્વેસ્ટીગેશનનો મુદ્દો તો છે.

સવાલના જવાબમાં પંચ પાસે યોગ્ય જવાબ ન હતો

ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને સાંસદનું સર્ટિફિકેટ આપતાં પહેલાં ચૂંટણી પંચ રિપોર્ટ મંગાવી શક્યું હોત. પરંતુ, આટલો મોડો રિપોર્ટ મંગાવવાનું કારણ શું છે. તેવા સવાલના જવાબમાં પંચ પાસે યોગ્ય જવાબ ન હતો. માત્ર એટલું કહેવાયું છે ચૂંટણી પ્રક્રિયામાં આવતી કાર્યવાહી કરવામાં આવી છે. જો કે અમારી સમક્ષ હજી સુધી કોઈ ફરિયાદ આવી નથી. સુરતમાં કોંગ્રેસ- સિવાયના બીજા પક્ષ અને અપક્ષ- ઉમેદવારોને શોધવા માટે કેમ પોલીસ- દોડાવવામાં આવી હતી. તેવા સવાલના- જવાબમાં સમશેરસિંઘે કહ્યું હતું કે, કોઈ ઉમેદવાર રક્ષણ માગે તો પોલીસ તેને પ્રોટેક્શન આપતી હોય છે. પરંતુ, આ કિસ્સામાં કોઈ ઉમેદવાર ગૂમ થયો નથી કે પોલીસ તેને શોધવા ગઈ નથી.

Kumbhani’s Woes Add Up : બે થી સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ

જો ઉમેદવારના ઉમેદવારી ફોર્મમાં દરખાસ્ત કરનારની ખોટી/બોગસ સહીઓ કરવામાં આવી હતી. તો આ પ્રમાણે ભારતીય દંડ સંહિતાની કલમ-૪૬૪, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) મુજબ ગુનો બને છે. જો દરખાસ્ત કરનારાઓ દ્વારા અમારી સહી નથી. તે અંગેનું ખોટું સોગંદનામું કરવામાં આવ્યું હોય તો ભારતીય દંડ સંહિતાની કલમ-૧૯૧, ૧૯૨, ૧૯૩, ૧૯૬, ૧૯૯, ૨૦૦, મુજબ ગુનો બને છે. આ કલમો હેઠળ બે થી સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

તમે આ પણ વાંચી સકો છો :

Celebration Of Fire Service Day/ફાયર સર્વિસ ડેની ઉજવણી, ફાયર સેફ્ટી માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

તમે આ પણ વાંચી સકો છો :

Health Tips for Exercise : કસરત કરવાના આ ફાયદા છે જાણવા જેવા

SHARE

Related stories

MANGO JELLY RECIPE : ઘરે બનાવો સ્વાદિષ્ટ કાચી કેરીની જેલી

INDIA NEWS GUJARAT : જો તમે પણ તમારા બાળકોને...

METHI KHICHADI RECIPE : સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીની ખીચડી જે ગમશે બધાને

INDIA NEWS GUJARAT : ખીચડીનું નામ સાંભળતા જ બાળકોથી...

Latest stories