Cyber Crime Awareness : ટ્રાફિક જાગૃતિ માટે પણ પોલીસનો પ્રયાસ લોકજાગૃતિ માટે બેનર TV સ્ક્રીન લગાવી કરાયો પ્રયાસ.
ટ્રાફિક અવરનેશ પ્રોગ્રામનું આયોજન
તાપી જિલ્લાના છેવાડે આવેલ કુકરમુંડા તાલુકામાં આયોજિત પાટી માતાનો લોકમેળા માં તાપી જિલ્લા પોલીસે ટ્રાફિક અવરનેશ પ્રોગ્રામનું આયોજન કરીને ટ્રાફિક પ્રત્યે લોકજાગૃતિ ફેલાવી હતી.
Cyber Crime Awareness : ટેલિવિઝન સ્ક્રીન પર અવરનેશ પ્રોગ્રામ બતાવાય
તાપી જિલ્લાના કુકરમુંડા વિસ્તારના લોકમેળામાં તાપી પોલીસ દ્રારા ટ્રાફિક જાગૃતિ તથા સાયબર ક્રાઈમ અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે સ્ટોલ રાખવામાં આવેલ હતા, જેમાં લોકજાગૃતિ માટે બેનર તથા ટેલિવિઝન સ્ક્રીન પર અવરનેશ પ્રોગ્રામ બતાવાય રહ્યા છે, સાથે સાથે આ અંગેના પેમ્પફ્લેટ વહેંચવામાં આવી રહ્યા છે.. જાહેર કાર્યક્રમો માં પોલીસ અને પ્રસાસન દ્વારા હમેશા લોકોમાં જાગૃતિ આવે અને અવાર નવાર બનતા અકસ્માતો ના કારણ ને નિવારી શકે અને લોકોની જાણ માલનું રક્ષણ થાય એવા પ્રયાસો કરાતા હોય છે પરંતુ લોકો અનેક પ્રયાસો પછી પણ જાગૃતિના અભાવે અકસ્માતો નો ભોગ બને છે અને પોતાનો અને બીજાનો જીવ જોખમમાં મૂકે છે એ જોતાં વહીવટી તંત્રના પ્રયાસો નિરર્થક નીવડી રહ્યાહોય એવું લાગી રહ્યું છે. તાપી જિલ્લાના છેવાડે આવેલ કુકરમુંડા તાલુકામાં આયોજિત પાટી માતાનો લોકમેળા માં તાપી જિલ્લા પોલીસે ટ્રાફિક અવરનેશ પ્રોગ્રામનું આયોજન કરીને ટ્રાફિક પ્રત્યે લોકજાગૃતિ ફેલાવી હતી. છેવાડાના વિસ્તારમાં ટ્રાફિક પોલીસનું જાગૃતિ અભિયાન, લોકમેળામાં ટ્રાફિક પોલીસે સાયબર ક્રાઇમ અવેરનેસ કર્યું.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :