HomeElection 24Submission To The Election Department : કોંગ્રેસી ઉમેદવારની દરખાસ્ત મુદ્દે દિનેશ જોધાણી...

Submission To The Election Department : કોંગ્રેસી ઉમેદવારની દરખાસ્ત મુદ્દે દિનેશ જોધાણી દ્વારા ચુંટણી વિભાગમાં રજુઆત – India News Gujarat

Date:

કોંગ્રેસી ઉમેદવારની દરખાસ્ત મુદ્દે દિનેશ જોધાણી દ્વારા ચુંટણી વિભાગમાં રજુઆત

Submission To The Election Department : ચુંટણી વિભાગ દ્વારા કોંગ્રેસી ઉમેદવારના ફોર્મની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી

Submission To The Election Department : સુરત સહિત સમગ્ર રાજ્યમાં 7મી મેના રોજ યોજાનાર લોકસભાની ચુંટણીના પડઘમ વચ્ચે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. સુરત લોકસભા બેઠક માટે ભાજપ – કોંગ્રેસ સહિત 15 ઉમેદવારો દ્વારા ચુંટણી જંગમાં ઝંપલાવવામાં આવ્યું છે. જો કે, આજે સવારે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચુંટણી એજન્ટ દિનેશ જોધાણી દ્વારા કોંગ્રેસી ઉમેદવાર નિલેશ કુંભાણી દ્વારા ભરવામાં આવેલ ફોર્મ મુદ્દે વાંધા અરજી કરવામાં આવતાં કોંગ્રેસી આગેવાનો દોડતા થઈ ગયા છે. ચુંટણી અધિકારી સમક્ષ અલગ – અલગ ફોર્મમાં ભુલો હોવા અંગે રજુઆત કરવામાં આવતાં હાલમાં વહીવટી તંત્ર દ્વારા તમામ ફોર્મની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે.

કોંગ્રેસને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ

ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતી સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે ચુંટણી જંગમાં ઉતરનારા કોંગ્રેસી ઉમેદવાર નિલેશ કુંભાણીને પ્રથમ ગ્રાક્ષે જ મક્ષિકાનું ગ્રહણ લાગ્યું હોય તેમ નજરે પડી રહ્યું છે. વાજતે – ગાજતે સમર્થકો સાથે નિલેશ કુંભાલી દ્વારા ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યા બાદ આજે સવારે તેમના ફોર્મમાં અને ટેકેદારો – દરખાસ્ત કરનારાઓની માહિતી અંગે વિવાદ સર્જાયો છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચુંટણી એજન્ટ અને પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી દ્વારા આ સંદર્ભે ચુંટણી વિભાગમાં રજુઆત કરવામાં આવી છે.

Submission To The Election Department : શું જણાવ્યું અરજીમાં?

તેઓએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલ ફોર્મ 7, 8 અને 9માં ટેકેદારો – દરખાસ્ત કરનારાઓની માહિતી જેન્યુઈન નથી. જેને પગલે જરૂરી ચકાસણી કરવા માટે તેઓએ રજુઆત કરી હતી. દિનેશ જોધાણીની રજુઆતને પગલે જિલ્લા ચુંટણી તંત્રે પણ કોંગ્રેસી ઉમેદવાર અને તેમના ડમી ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલ ફોર્મમાં માહિતીની ઝીણવટભરી ચકાસણી હાથ ધરી છે.

નિલેશ કુંભાણીના ફોર્મની સઘન ચકાસણી

દિનેશ જોધાણી દ્વારા કરવામાં આવેલી રજુઆતને પગલે એક તરફ કોંગ્રેસી ઉમેદવાર અને આગેવાનોમાં સોપો પડી ગયો છે ત્યારે બીજી તરફ ચુંટણી વિભાગ દ્વારા પણ કોંગ્રેસી ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલ ફોર્મની અલગ – અલગ તબક્કામાં ખરાઈ હાથ ધરવામાં આવી છે. જેમાં જો કોઈ ભુલ કે ક્ષતિ મળી આવે તો કોંગ્રેસી ઉમેદવારની ચુંટણી લડવાની આશા પર પુર્ણ વિરામ મુકાઈ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

તમે આ પણ વાંચી સકો છો :

Filtered Water: 42 કરોડ નાં ખર્ચે તાપી નદીનું ફિલ્ટર પાણી ડીંડોલી થી સચિન માં પહોચ્યું

તમે આ પણ વાંચી સકો છો :

Ponam Madam Vijay Reli : ભાજપના ઉમેદવાર પૂનમ માડમ વિજય સંકલ્પ, અનુરાગ ઠાકોર મીડિયા સાથે કરી વાતચીત

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories