HomeElection 24Water Problems: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાણી વિતરણના ધાંધિયા – India News Gujarat

Water Problems: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાણી વિતરણના ધાંધિયા – India News Gujarat

Date:

Water Problems: રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના વોર્ડ નં 9 ના ન્યુ મારુતિ નગરના સ્થાનિકોને સમયસર પીવાનું પાણી નગર પાલિકા દ્વારા વિતરણના કરવામાં આવી રહ્યું હોવાને કારણે અંતે આ વિસ્તારના લોકોએ લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

સમગ્ર વિસ્તારમાં 7 થી 8 દિવસે મળે છે પાણી

ધોરાજી નગરપાલિકામાં હાલ ઘણા સમયથી વહીવટદારનું શાશન છે. ત્યારે વહીવટદાર ના શાશનમાં પ્રજાજનો રોડ, રસ્તા અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ત્યારે ધોરાજીના કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી સમયસર મળતું નથી, તો કેટલાય વિસ્તારમાં 7 થી 8 દિવસે પાણી મળે છે, એ પણ અપૂરતું. તે સાથે બીજી સમસ્યાઑમાં રસ્તા ઉબડ ખાબડ, સમયસર સફાઈ થતી નથી અને ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીઓ પણ સમયસર આવતી ના હોવાનું ધોરાજીના વોર્ડ 9 ના ન્યુ મારુતિ નગરના સ્થાનિકોનો આક્ષેપ છે. આ બધી વધતી સમસ્યાઑને લઈ અને છેલા ઘણા સમયથી અનિયમિત પાણી આવતું ના હોવાને કારણે હવે ધોરાજીના જમનાવડ રોડ પર વોર્ડ 9 ના મારુતિ નગરની મહિલાઓએમાં રોષ ભરાયો છે.

Water Problems: મતદાન બહિષ્કારની ચીમકી સ્થાનિકોએ આપી

પ્રાથમિક સુવિધાઓ ના મળવાને કારણે રોષે ભરાયેલ ધોરાજીના ન્યુ મારુતિ નગરની મહિલાઓ સહિતના સ્થાનિકોએ નગરપાલિકાના અધિકારીઓને જગાડવા માટે સૂત્રોચાર કર્યા અને અધિકારીઓની મનમાનીને સામે લઈ અને રોષ ઠલવાયો છે. તે સાથે અગર સ્થાનિકોની માંગ સ્વીકારશે નહી તો સામૂહિક રીતે મતદાન બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે. હવે જોવાનું રહ્યું કે અધિકારીઓ કેટલાક સમયમાં જાગે છે.

તમે આ પણ વાંચી સકો છો :

Died Of Heart Attack During Election Duty/ગણદેવીમાં ચૂંટણીની ફરજ દરમિયાન કોલેજના પ્રાધ્યાપકનું હદયરોગનો હુમલો આવતા મોત

તમે આ પણ વાંચી સકો છો :

The beginning of the festival of democracy in the country: દેશમાં લોકશાહીનો પર્વનો પ્રારંભ

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories