HomeSpiritualSpiritualGold Ramayana: સુરતમાં 222 તોલા સોનાના ઉપયોગથી લખાઈ રામાયણ - INDIA NEWS...

Gold Ramayana: સુરતમાં 222 તોલા સોનાના ઉપયોગથી લખાઈ રામાયણ – INDIA NEWS GUJARAT

Date:

Gold Ramayana: સુરતમાં પવિત્ર રામનવમીની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં સમગ્ર વિશ્વમાં ન હોય તેવો રામાયણનો ગ્રંથ છે. જે સોના માંથી બનાવવામાં આવ્યો છે. વાલ્મિકી દ્વારા લખાયેલી રામાયણમાં ભગવાન રામના સુવર્ણકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે સુરતના એક રામકભક્ત દ્વારા અનોખી રામાયણ તૈયાર કરવામાં આવી છે. ભક્ત દ્વારા રામાયણને સોનાની ઈન્કથી તૈયાર કરવામાં આવ્યો છે. દુર્લભ કહી શકાય તેવા આ સુવર્ણ રામાયણમાં 222 તોલા સોનાની સાથે હીરા-માણેક પણ જડવામાં આવ્યાં છે.

530 પાનાની સોનાની સંપૂર્ણ રામાયણ

સુરત શહેરના ભેસ્તાન ખાતે 1981 ની સાલમાં રામ ભક્ત દ્વારા સોના ચાંદી હીરા પન્ના જડિત લખાયેલ રામાયણ દર્શનાર્થે ખુલ્લી મુકાઇ હતી જે રામાયણ 222 તોલા સોનાની ઇન્કથી રામ ભક્ત રાજેશભાઈના દાદા રામભાઈ ભક્તા દ્વારા લખવામાં આવી હતી સમગ્ર રામાયણ પુષ્ય નક્ષત્રમાં ગ્રંથ લખવામાં આવી હતી જે તૈયાર કરવા 12 લોકોની મદદથી તૈયાર કરવામાં આવી હતી જેને માટે 9 મહિના 9 કલાકના સમય ગાળામાં તૈયાર કરવામાં આવી હતી 530 પાનાંમાં ચોપાઈ દ્વારા રામનું સમગ્ર જીવન ચરિત્ર દર્શાવાયું છે.

સોનાનું લિકવિડ થોડીક ક્ષણોમાં ઘટ બની જાય પરંતુ રામ ભક્ત ભગવાનના આશીર્વાદ હોય સોનું રામાયણ લખતી વેળા લીકવીડ પ્રવાહી માંજ રહ્યું હતું આ રામાયણ લખનાર રામ ભક્તા જીવતા ત્યારે ખાવા બનાવવા અને જ્યાં પાણી ની જરૂર હોય તેની જગ્યાએ ગંગા જળ નોજ ઉપયોગ કરતા આવેલ હતા અને એ ગંગા જળના કેટલોક જથ્થો હાલ પણ તેમના ભેસ્તાન ખાતે નિવાસ્થાને રાખેલ છે જે વર્ષોથી એજ પરિસ્થિતિમાં છે.

Gold Ramayana: દુર્લભ ગ્રંથના વર્ષમાં એકવાર કરાવાય છે દર્શન

કેટલાક વર્ષો પેહલા આ રામાયણ તેમના ઘર ભેસ્તાન ખાતે જ રખાતું હતું પરંતુ હવે એની સુરક્ષા માટે બેંક લોકરમાં રાખવામાં આવે છે અને હાલના આ રામાયણનાં વારસદાર રાજેશભાઈ ભક્તા વર્ષમાં બે વખત નવા વર્ષે અને રામનવમી નિમિત્તે દર્શનાર્થે ખુલ્લી મુકવામાં આવે છે.

ભગવાન રામના જીવનકાળ પર રામાયણ તૈયાર થઈ છે. આ રામાયણના એક એક શબ્દો સોનાની ઈન્કથી લખવામાં આવ્યાં છે. 530 પાનાની અને 222 તોલા સોનાથી તૈયાર કરવામાં આવેલી આ રામાયણનું મુખ્ય પાનું ચાંદીનું બનાવવામાં આવ્યું છે. તેના પર 20 તોલાની રામની મૂર્તિ સાથે 10 કિલો ચાંદી, ચાર હજાર હીરા માણેક અને નીલમણી જેવા રત્નો છે.

તમે આ પણ વાંચી સકો છો :

Parshottam Rupala: ક્ષત્રિય સમાજ અને રૂપાલા નો વિવાદ શું કોઈ ઉકેલ છે ?

તમે આ પણ વાંચી સકો છો :

Jainism: 200 કરોડ નું ત્યાગ કરી સાધુ વેશ ધારણ કરશે આ દંપત્તિ

SHARE

Related stories

Latest stories