Farmer Convention: આંદોલનથી નહીં, પણ સરકાર સાથે સમન્વય સાધીને વાતચીત કરીને સુખદ ઉકેલ કેવી રીતે આવે એ નવસારી અને સુરત જિલ્લાના ખેડૂતો પાસેથી શીખવું જોઈએ ની વાત નવસારીમાં ઉંચુ વળતર અપાવવામાં મદદરૂપ થયેલા નવસારીના ભાજપી ઉમેદવાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે ખેડુત સ્નેહ મિલન સમારંભમાં કહી ખેડૂતોની કુનેહની પ્રશંસા કરી હતી.
ખેડૂત સ્નેહમિલન સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતોનું સમર્થન
કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં નવસારી અને સુરત જિલ્લાના ખેડૂતોની મહામૂલી જમીનો જતી હતી. જેના 11 વર્ષોથી જંત્રીના ભાવ વધ્યા ન હોવાને કારણે 1 વીઘા જમીનના 3 લાખ રૂપિયાનું વળતર થતુ હતુ. પરંતુ નવસારી અને સુરત જિલ્લાના બુલેટ ટ્રેન પ્રભાવિત ખેડૂતોએ ખેડૂત સમન્વય સમિતિ બનાવી નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલને મળીને કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તંત્ર સાથે સમન્વય સાધી સુખદ ઉકેલ લાવવા માટે પ્રાયસો કર્યા હતા. જેમાં સરકારે ખેડૂતોની વાતો સાંભળી અને જંત્રીને બદલે 900 રૂપિયા પ્રમાણે ભાવ ગણી, એક વીઘાના 1.03 કરોડ રૂપિયા વળતર મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી.
Farmer Convention: દેશભરમાં ઐતિહાસિક જીત મેળવવા સંકલ્પ લેવાયો
વડોદરા મુંબઈ એકસપ્રેસ વે ના અસરગ્રસ્ત ખેડૂતોએ પણ સમન્વય સમિતિના સથવારે એજ વળતર મેળવ્યું હતું. જેથી સુરત અને નવસારી જિલ્લાના ખેડુતોએ ઋણ સ્વિકાર કરવા ખેડૂત સ્નેહ મિલન સમારંભ યોજ્યો હતો. જેમાં ભાજપી ઉમેદવાર અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેડૂતોના અધિકાર માટે મદદરૂપ થવા બદલ સી. આર. પાટીલે સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ ખેડૂતો માટે કેન્દ્ર સરકારે કરેલી યોજનાઓ વિશે માહિતી આપી હતી. સાથે જ ખેડુતોને લાચારી માંથી બહાર કાઢવાનો પ્રયાસ મોદી સરકારે કર્યો છે. આ સાથે સી. આર. પાટીલે કેન્દ્ર સરકારની મહિલાઓ, યુવાનો અને ગરીબો માટેની કામગીરી વર્ણવી ચોથીવાર ઉમેદવારી મળતા ખેડૂતોના સહકારની અપેક્ષા દર્શાવી હતી. સાથે જ 18 એપ્રિલે ફોર્મ ભરવા સાથે જઈશું કહીને આમંત્રણ પણ આપ્યુ હતું.
નવસારી લોકસભા બેઠક પરથી ચોથી વાર ઉમેદવારી કરી રહેલા સી આર પાટીલ સામે રહી રહી ને કોંગ્રેસ દ્વારા નૈષદ દેસાઇને ઉમેદવાર બનાવાયા છે ત્યારે આ વાખાતે ઐતિહાસિક લીડ મેળવી જીત હાસિલ કરવા સમગ્ર ભાજપ સંગઠન કામે લાગી ગયું છે અને તમામ સ્તરે કાર્યક્રતા દ્વારા લોકસંપ્રક કરી ને વધુ માં વધુ ઐતિહાસિક મતદાન થાય એ પ્રકારનું આયોજન હાલ કરવામાં આવી રહ્યું છે.
તમે આ પણ વાંચી સકો છો :
Gir Forest: વન વિભાગ દ્વારા 500 જેટલા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવાયા
તમે આ પણ વાંચી સકો છો :
‘The Legacy Of Jineshwar’ : ‘ધલેગસીઑફજિનેશ્વર’ ના ટ્રેલરમાં જોવા મળી જૈન પરંપરાની ઝલક