Election Awareness By Sumul Dairy : રોજની 12.50 લાખ થેલીઓ થકી લાખો ઘરોમાં પહોંચાડે છે સંદેશ. મતદાન જાગૃતિ અભિયાન સુમુલ ડેરીનો અનોખો પ્રયાસ. 12.50 લાખ થેલીઓ ઘરઘર પોહચાડી મતદાન જાગૃતિ આપે છે સંદેશ.
‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ સૂત્રને પ્રિન્ટ કરાવી મતદાન જાગૃતિનો સંદેશ
વાત કરીએ મતદાન જાગૃતિ અભિયાનની…. ત્યારે સુમુલ ડેરી દ્વારા પણ મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ કરાઈ છે. સુમુલ દ્વારા 12.50 લાખ દૂધની થેલીઓ પર ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ સૂત્રોને પ્રિન્ટ કરાવી મતદાન જાગૃતિનો સંદેશ અપાઈ રહ્યો છે. સુમુલ ડેરી સંસ્થા દ્વારા રોજની આશરે ૧૨.૫૦ લાખ થેલીઓ પર ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ સૂત્રને પ્રિન્ટ કરાવી મતદાન જાગૃતિનો સંદેશ લાખો ઘરે પહોંચાડવામાં આવે છે. તેમજ તેમના દ્વારા આગામી અમુક દિવસો સુધી આ જ રીતે મતદાન જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના દ્વારા મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
સુમુલ ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખી પહેલ હાથ ધરાઇ
આગામી ૭મી મે એ રાજ્યભરમાં યોજાનારા લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ ની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.સૌરભ પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા જિલ્લામાં યુવાનોથી માંડી વૃદ્ધોને મતદાન માટે પ્રેરણા આપવા વિવિધ પ્રયત્નો કરાઈ રહ્યા છે. ત્યારે સુરતની વિવિધ સંસ્થાઓ કે ઔદ્યોગિક એકમો દ્વારા પણ મતદાન જાગૃતિ વધારવાના વિશેષ પ્રયાસો કરાઇ રહ્યા છે. સુરતની પ્રખ્યાત સુમુલ ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખી પહેલ હાથ ધરાઇ છે.
Election Awareness By Sumul Dairy : પોતાની જવાબદારી સમજી કોઈને કોઈ રીતે મતદાન જાગૃતિ માટે ના પ્રયાસો
હાલ તમામ સરકારી વિભાગો ચુંટણીની તૈયારી માં લાગી ગયા કહી ત્યારે અધિકારી અને કર્મચારી ની સાથે સહકારી સંસ્થા સાથે કહાની સંસ્થા પણ પોતાની જવાબદારી સમજી કોઈને કોઈ રીતે મતદાન જાગૃતિ માટે ના પ્રયાસો કરી રહી છે અને વધુ માં વધુ મતદારો મતદાન ના દિવસે પોતાના મતાધિકાર નો પ્રયોગ કરે એવા પ્રયાસો હાથ ધરાયા છે..
તમે આ પણ વાંચી સકો છો :
Gir Forest: વન વિભાગ દ્વારા 500 જેટલા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવાયા
તમે આ પણ વાંચી સકો છો :
‘The Legacy Of Jineshwar’ : ‘ધલેગસીઑફજિનેશ્વર’ ના ટ્રેલરમાં જોવા મળી જૈન પરંપરાની ઝલક