HomeGujaratChance Of Unseasonal Rain for Farming : કેરી-ઉત્પાદક ખેડૂતોની ચિંતા વધી, કમોસમી...

Chance Of Unseasonal Rain for Farming : કેરી-ઉત્પાદક ખેડૂતોની ચિંતા વધી, કમોસમી વરસાદ થવાની શક્યતાએ ચિંતા વધારી – India News Gujarat

Date:

Chance Of Unseasonal Rain for Farming : દક્ષિણ ગુજરાતમાં આંબા પર કેરીના પાકને નુકસાનની ભીતિ હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી. કેસર કેરીનો પાક ઓછો આવે એવી શક્યતા દ.ગુજરાતમાં અંદાજે 85 હજાર હેક્ટરમાં કેરીનું વાવેતર.

વરસાદની આગાહીને પગલે પાકને નુકસાન થવાની ભીંતિ

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે હાલમાં આંબા પર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે. તેવામાં કમોસમી વરસાદની આગાહીને પગલે પાકને નુકસાન થવાની ભીંતિ છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતના મુખ્ય પાક શેરડી છે અને બાગાયતી પાક તરીકે કેરીનો પાક ખેડૂતો લેતા હોય છે. દક્ષિણ ગુજરાતની કેરીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.

કેરીના રસિયાઓનો સ્વાદ પણ બગડતો હોય

હવામાન વિભાગે કરેલી આગાહીને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતા ને જોતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી વલસાડ અને ધરમપુર વિસ્તારમાં કેરીનું મબલક ઉત્પાદન થાય છે. આ વિસ્તારની કેસર સહિતની કેરીઓ ખૂબ જ મીઠાશવાળી હોય છે અને તેના કારણે કેરીના રસિયાઓ ખૂબ જ આતુરતાથી બજારમાં તેના આગમનની રાહ જોતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં આવતા એકાએક પલટાને કારણે કેરીના રસિયાઓનો સ્વાદ પણ બગડતો હોય છે. છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, તે મુજબ વાતાવરણમાં પલટો આવી શકે છે તેને કારણે માવઠાં જેવી સ્થિતિ અથવા તો કમોસમી વરસાદ પણ થઈ શકે છે.

Chance Of Unseasonal Rain for Farming : આંબા ઉપર જે મોરવા લાગવા જોઈએ એ સારી રીતે લાગી શક્યા

ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠા જેવી સ્થિતિ ઊભી થાય એવી આગાહી કરવામાં આવી છે. હાલ કેરીના લગભગ પાક તૈયાર થવાની તૈયારીમાં છે, એવા સમયે જો કસમયે વરસાદ આવે તો કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થવાની શક્યતા છે. માર્ચ મહિનામાં પણ એક વખત માવઠું આવ્યું હતું અને એને કારણે આંબા ઉપર જે મોરવા લાગવા જોઈએ એ સારી રીતે લાગી શક્યા ન હતા. એના કારણે શરૂઆતથી જ પાકને નુકસાન થયું હતું. જો હાલ કમોસમી વરસાદને વધુ નુકસાન થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં અંદાજે 85 હજાર હેક્ટર જમીનમાં કેરીનું વાવેતર થાય છે. કમોસમી વરસાદ આવે તો આ વખતે કેરીનો સ્વાદ વધુ બગડવાની શક્યતા છે.

તમે આ પણ વાંચી સકો છો :

Lok Sabha Election 2024: ત્રીજા તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ, 7 મેના રોજ થશે મતદાન

તમે આ પણ વાંચી સકો છો :

Rameshwaram Cafe Blast કેસમાં NIAને મળી મોટી સફળતા, માસ્ટરમાઇન્ડ સહિત બે આરોપીની ધરપકડ

SHARE

Related stories

TONGUE CLEANING TIPS : માત્ર દાંત જ નહીં જીભની પણ સફાઈ છે જરૂરી

INDIA NEWS GUJARAT : ઘણીવાર લોકો બ્રશ કરતી વખતે...

SINGHAM 3 : જાણો ‘સિંઘમ 3’ મૂવીનો રિવ્યૂ

INDIA NEWS GUJARAT : વર્ષ 2011માં દિગ્દર્શક રોહિત શેટ્ટીએ...

Latest stories