HomecrimeSim Card Fraud: સટ્ટા માટે દુબઇ સીમકાર્ડ મોકલવાનાં કૌભાંડનો પર્દાફાશ - INDIA...

Sim Card Fraud: સટ્ટા માટે દુબઇ સીમકાર્ડ મોકલવાનાં કૌભાંડનો પર્દાફાશ – INDIA NEWS GUJARAT

Date:

Sim Card Fraud: આણંદની એસઓજી પોલીસે કરમસદમાં છાપો મારી એરટેલ મોબાઈલ કંપનીનાં એકટીવ કરેલા 145 સીમકાર્ડ અને 14 જુદી જુદી બેકોનાં ડેબીટ કાર્ડ અને ક્રેડીટ કાર્ડ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

14 જુદીજુદી બેકોનાં ડેબીટ કાર્ડ અને ક્રેડીટ કાર્ડ મળ્યા

આણંદની એસઓજી પોલીસ પેટ્રોલીગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કરમસદ ગામમાં રહેતો ચિરાગ સુરેશભાઈ સોલંકી એકટીવ કરેલાં સીમકાર્ડ દુબઈ લઈને ત્યાં ઓનલાઇન ગેમિંગ ઝોન તેમજ સટ્ટામાં ઉપયોગ કરી કરાવીને મોટાપાયે આર્થિક ફાયદો મેળવનાર છે. અને ગુરૂવાર સવારના સમયે જ તે દુબઈ જનાર છે. આ મળેલ માહિતીના આધારે એસ.ઓ.જી પોલીસની ટીમે ચિરાગ સુરેશભાઈ સોલંકીના ઘરે છાપો મારીને તેને ઝડપી પાડ્યો હતો અને તપાસ કરતાં બેડરૂમમાં આવેલા કબાટ માંથી એકટીવ કરેલાં એરટેલ કંપનીના કુલ ૧૪૫ સીમકાર્ડ તથા ૧૪ જેટલા અલગ-અલગ બેંકોના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મળી આવ્યાં હતાં.

પોલીસે એકટીવ કરેલા સીમકાર્ડ તેમજ વિવિધ બેંકોનાં ક્રેડીટ અને ડેબીટ કાર્ડ કબ્જે કરી આરોપી ચિરાગ સોલંકીની પુછપરછ કરતાં આ એકટીવ કરેલાં સીમકાર્ડ તેણે નાપાડ વાટા ગામમાં રહેતા સમીર શહીદખાન રાઠોડ અને જેનુલ આબેદીન રણજીતભાઈ રાઠોડ પાસે લીધાં હતાં. જેને લઈને પોલીસે એકટીવ કરેલાં સીમકાર્ડ તેમજ અન્ય સામગ્રી તથા ફોન મળી કુલે રૂપિયા ૪૨,૨૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Sim Card Fraud: દુબઈ મોકલી ઓનલાઈન ગેમિંગ ઝોન તથા સટ્ટામાં ઉપયોગ

નાપાડ વાટા ખાતે છાપો મારીને સમીર રાઠોડ અને જૈનુલ રાઠોડને ઝડપી પાડ્યાં હતાં. નાપાડ વાંટાનાં પકડાયેલા બે આરોપીઓ અલગ-અલગ વ્યક્તિઓના નામ સરનામા વાળા એકટીવ કરેલાં સીમકાર્ડ ચિરાગ સોલંકીને વેચાણ આપતા હોવાની કબુલાત કરી હતી. આ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ચારેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ઈપીકો મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ ચિરાગ સોલંકી દ્વારા અગાઉ પણ આવા એકટીવ કરેલાં સીમકાર્ડ ખરીદેને દુબઈ ખાતે મોકલ્યાં હતાં જેની તપાસ ચાલી રહી છે. દુબઈમાં આ સીમકાર્ડ લઈ જઈને ત્યાં ઓનલાઇન ગેમિંગ ઝોનમાં તથા સટ્ટાબેટિંગમાં ઉપયોગમાં લેવામાં આવનાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે. આ સમગ્ર કામગીરી આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જે. આર. પટેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

તમે આ પણ વાંચી સકો છો :

Umesh Patel: અપક્ષ ઉમેદવારી કરી રહેલા ઉમેદવારનો અનોખો પ્રચાર 

તમે આ પણ વાંચી સકો છો :

Eid ul-fitr : મુસ્લિમોમાં ભારે મહાત્મય ધરાવતા રમજાન ઈદનો પર્વ રમજાન, ઈદના પર્વ નિમિત્તે મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કરી

SHARE

Related stories

TONGUE CLEANING TIPS : માત્ર દાંત જ નહીં જીભની પણ સફાઈ છે જરૂરી

INDIA NEWS GUJARAT : ઘણીવાર લોકો બ્રશ કરતી વખતે...

SINGHAM 3 : જાણો ‘સિંઘમ 3’ મૂવીનો રિવ્યૂ

INDIA NEWS GUJARAT : વર્ષ 2011માં દિગ્દર્શક રોહિત શેટ્ટીએ...

Latest stories