‘Modi Parivaar Sabha’ Organized : મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રહ્યા હાજર જશુભાઈ રાઠવાને જંગી બહુમતીથી વિજય બનાવવાનો લક્ષ્ય.
મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ માં છોટાઉદેપુર લોકસભા ઉમેદવાર જશુભાઈ રાઠવા ને ૫ લાખના જંગી બહુમતીથી વિજય બનાવવાના લક્ષ્યને સાકાર કરવા ડભોઈ વિધાનસભા અંતર્ગત આવતી ચાણોદ તાલુકા પંચાયત મત વિસ્તારમાં પ્રચાર સાથે મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા સાથે ધારાસભ્ય શૈલેષ મહેતા, ડભોઈ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયત સદસ્યો, અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
‘Modi Parivaar Sabha’ Organized : મતદારોને 5 લાખથી વધુ લીડ સાથે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા અપીલ કરી
લોક્સભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને ભાજપ ધ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રદેશ ભાજપની યોજનાનુસાર ગુજરાતમાં તેમના દ્વારા ચાર હજારથી વધુ મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે છોટાઉદેપુર ઉમેદવાર જશું ભાઈ રાઠવાને જીતાડવા માટે ડભોઈ વિધાનસભા અંતર્ગત ચાણોદ તાલુકા પંચાયત મત વિસ્તારમાં મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 4 તાલુકા પંચાયત ચનવાડા, વડજ, તેનતલાવ, ચાંદોદમાં કાર્યકરો તેમજ મતદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મતદારોને 5 લાખથી વધુ લીડ સાથે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા અપીલ કરી હતી. સાથે જ ધારાસભ્યએ વિરોધ પક્ષ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. અને જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સૂચના મુજબ 5 લાખથી વધુ લીડ સાથે છોટાઉદેપુરના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તમે આ પણ વાંચી સકો છો :
Umesh Patel: અપક્ષ ઉમેદવારી કરી રહેલા ઉમેદવારનો અનોખો પ્રચાર
તમે આ પણ વાંચી સકો છો :