Swine Flu : રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં મચી દોડધામ. રિપોર્ટ પોઝિટિવ આવતાં આજુબાજુમાં શરૂ કરાઈ તપાસ હેલ્થની ટીમ ડીંડોલી વિસ્તારમાં ખડકી દેવાઈ.
સિવિલ હોસ્પિટલ ખાતે ચેકઅપ કરતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો
સુરતમાં સ્વાઈન ફ્લૂનો કેસ ફરી એકવાર સામે આવ્યો છે. જેમાં આશરે 80 વર્ષીય વૃદ્ધા જે ડીંડોલીમાં રહે છે અને છેલ્લા ઘણા સમયથી તબિયત ખરાબ હતી ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ચેકઅપ કરતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ મામલે તંત્ર દ્વારા જ્યાંતે વૃદ્ધ મહિલા રહેતી હતી ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
આશરે 200 જેટલા ઘરોમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરાય
સુરત શહેરના ડીંડોલી ખાતે રહેતી 80 વર્ષીય વૃદ્ધ મહિલાની તબિયત છેલ્લા ઘણા સમયથી ખરાબ હતી. ત્યારે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ બાદ સિવિલમાં ગઈ હતી જ્યાં સિવિલના ડોક્ટરોએ તેની તપાસ કરતા તેમાં સ્વાઈન ફ્લૂની અસર જોવા મળી હતી. ત્યારે રિપોર્ટ કરાતા વૃદ્ધ મહિલા સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.. જેના કારણે ઘણા સમય બાદ ફરી એકવાર સુરત શહેરમાં ફરી એકવાર સ્વાઇન ફ્લૂ એ દસ્તક દીધી હોવાનું ખૂલવા પામ્યું છે.. સ્વાઇન ફ્લૂની અસરો દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જ્યાં આ 80 વર્ષીય વૃદ્ધ મહિલા રહેતી હતી તે વિસ્તાર તથા તેની આજુબાજુના આશરે 200 જેટલા ઘરોમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરાય છે.. હાલ આ મામલે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે અને આવનારા સમયમાં સ્વાઈન ફ્લૂનો કેસ અન્ય કોઈમાં ન દેખાય તે માટે આરોગ્ય વિભાગએ તપાસ પણ શરૂ કરી છે.
Swine Flu : આરોગ્ય વિભાગે પણ સાવધાની રાખવા માટે નવી ગાઈડ લાઇન બહાર પાડી
હાલ ગરમીનો પ્રકોપ વધતાં રોગચાળા માં વધારો નોંધાયો છે અને સરકારી હોસ્પિટલો અને સાથેજ ખાનગી હોસ્પિટલો માં દર્દીઓની સંખ્યા એકાએક વધી રહી છે.. ત્યારે આરોગ્ય વિભાગે પણ સાવધાની રાખવા માટે નવી ગાઈડ લાઇન બહાર પાડી છે.
તમે આ પણ વાંચી સકો છો :
Syrup Fraud: આયુર્વેદીક સીરપના નામે કેમિકલ વેચતા 2 ઝડપાયા
તમે આ પણ વાંચી સકો છો :