HomecrimeVR Mall: બોમ્બના ધમકીભર્યા મેઈલની તપાસમાં યુરોપના કનેક્શન – INDIA NEWS GUJARAT

VR Mall: બોમ્બના ધમકીભર્યા મેઈલની તપાસમાં યુરોપના કનેક્શન – INDIA NEWS GUJARAT

Date:

VR Mall: સુરતના વી.આર. મોલના મેઇલ પર બોમ્બના ધમકી ભર્યા મેઇલની તપાસમાં યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ સામે આવ્યું છે. જોકે, પોલીસને એવી આશંકા પણ છેકે, આ મેઇલ મોકલવા VPN વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો છે. વીપીએન નેટવર્કનો ઉપયોગ ભારતના જ કોઈ રાજ્ય માંથી થયો હોઈ શકે છે, જેથી સાયબર ક્રાઇમની ટીમ ગુપ્તરાહે તપાસ કરવા રવાના થઈ છે.

તપાસમાં સામે આવ્યું છે ફિનલેન્ડનું આઈપી એડ્રેસ

ગતરોજ સુરતના સૌથી મોટા VR મોલમાં બોમ્બ થી ઉડાવી દેવાના ધમકીભર્યા ઇમૈલ મળવાની બાબતે સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરતાં આ ઈમેલ ફિનલેન્ડ ના આઇપી એડ્રેસ થી આવ્યો હોવાનો ખુલાસો થયો છે અને આ ઇમૈલ મોકલવા માટે VPN એટલેકે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો હોવાની પણ પોલીસને શંકા છે.. જોકે આ બાબતે અધિકારીઓએ કોઈ ફોડ પાડ્યો નથી. ટૂંકમાં કોઈ ટીખળખોરે ડરાવવા માટે આવા મેઇલ VPN વડે એન્ડ ટુ એન્ડ પ્લેટફોર્મ પરથી કર્યા છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈ-મેઇલ દેશની અલગ અલગ 52 જગ્યાઓ પર કરાયો હતો. હાલમાં સાયબર ક્રાઇમે વીઆર મોલને મળેલા ઈમેલ આધારે તેના આઈપી એડ્રેસ, સર્વર, ઈમેલ રજિસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવા માટે તજવીજ શરૂ કરી છે. VPNએ સર્વિસ પ્રોવાઇડર છે, જેમાં પેઇડ અને અનપેઇડ બંને હોય છે.

VR Mall: IP શોધવા નોડલ એજન્સીઓ પાસેથી વિગતો માંગી

આ નેટવર્ક ઉપયોગ કરનાર પોતાનું IP એડ્રેસ છૂપાવવા માટે કરે છે, જેથી યુઝર્સ જ્યારે ઈન્ટરનેટ સાથે VPN નેટવર્કથી કનેકટ થાય છે. આથી કોઈપણ વ્યકિતનું ઓરિજનલ IP એડ્રેસ જોઈ શકાતું નથી. જો કે, પોલીસ ધારે તો VPNના પ્રોવાઇડર પાસેથી જે તે IP એડ્રેસ મેળવી શકે છે. ત્યાર બાદ આ IP એડ્રેસના આધારે જે તે ઇન્ટરનેટ કંપની પાસેથી માહિતી મેળવી ગુનેગાર સુધી પહોંચી શકાય છે. ટૂંકમાં કોઈ ટીખળખોરે ડરાવવા માટે આવા મેઈલ કર્યા છે અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈ-મેઇલ દેશની અલગ અલગ 52 જગ્યાઓ પર કરાયો હતો.. હાલમાં સાયબર ક્રાઈમે વીઆર મોલને મળેલા ઈમેલ આધારે તેના આઈપી એડ્રેસ, સર્વર, ઈમેલ રજિસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવા માટે તજવીજ શરૂ કરી છે.

તમે આ પણ વાંચી સકો છો :

Gir Forest: સાસણ સફારી રુટ ઉપર સિંહની પજવણીનો મામલો

તમે આ પણ વાંચી સકો છો :

Farming In Traditional Way : આધુનિક સમયમાં પૌરાણિક પદ્ધતિથી ખેતી, રાસાયણિક ખાતર વગર જૂની પદ્ધતિ અનુસાર ખેતી ઉત્પાદન 

SHARE

Related stories

TONGUE CLEANING TIPS : માત્ર દાંત જ નહીં જીભની પણ સફાઈ છે જરૂરી

INDIA NEWS GUJARAT : ઘણીવાર લોકો બ્રશ કરતી વખતે...

SINGHAM 3 : જાણો ‘સિંઘમ 3’ મૂવીનો રિવ્યૂ

INDIA NEWS GUJARAT : વર્ષ 2011માં દિગ્દર્શક રોહિત શેટ્ટીએ...

Latest stories