Syrup Fraud: જુનાગઢના જોશીપુરા માંથી આયુર્વેદિક શીરપના નામે કેફી પીણાનુ વેચાણ કરી લોકો સાથે વિશ્વાસઘાત કરતાં ઇસમો, અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ત્રણ શખ્સો માંથી બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
ઠંડા પીણાની અને પાનની દુકાનમાં ગેરકાયદેસર વેપલો
અવારનવાર આવી નકલી સીરપ વેચતા ગુનેગારોને પોલીસ જબ્બે કરી રહી છે ત્યારે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે જોષીપરાના આંબાવાડી વિસ્તારમાં ગત જૂન 2023માં ઓમ શિવ પાન એન્ડ કોલ્ડ્રીક્સ નામની દુકાન ધરાવનાર મુકેશ ધનશ્યામ સીંધી ગેરકાયદેસર રીતે આધાર પુરાવા વગરની આયુર્વેદીક આલ્કોહોલ યુક્ત દવાની બોટલો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. ત્યારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે રેઇડ કરતા દુકાન માંથી જુદી-જુદી નામના સીરપની પ્લાસ્ટીકની બોટલો મળી હતી. તમામ મુદામાલ કબ્જે કરી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણવા જોગ મામલો નોંધાયો હતો. અને સેમ્પલ કેમીકલ તપાસણી અર્થે એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે મોકલાતા મુદામાલમાં ઇથાઇલ આલ્કોહોલ અને આઇશો પ્રોપાઇલ આલ્કોહોલની હાજરી મળી આવેલી હતી.
Syrup Fraud: ઇથાઇલ આલ્કોહોલ, આઇશો પ્રોપાઇલ આલ્કોહોલ વેચતા
આરોપીઓ ઇથાઇલ આલ્કોહોલ, આઇશો પ્રોપાઇલ આલ્કોહોલ યુક્ત ભેળસેળ વાળુ પીણુંની બોટલો વેચતા હતા. 100 ટકા હર્બલ ન હોવા છતા લોકો સાથે વિશ્વાસઘાત કરી તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના ઇરાદે અખાધ હોય જેનો ઉપયોગ કેમીકલ પ્રોડકટ તરીકે અને હેન્ડ સેનેટાઈઝરમાં થતો હોય જે વધુ પડતું પીવાથી માણસનું મૃત્યુ થવાની પુરી સંભાવના હોવાનુ જાણતા હોવા છતાં લોકો સાથે વિશ્વાસઘાત કરી માનવ જીવનને નુકશાનકારક કેમીકલ ઉમેરી વેચાણ કરતા હતા, પોલીસે 5 લાખ જેટલી રકમની કુલ 3416 બોટલ ઝડપી મુકેશ ઘનશ્યામ બજાજ અને આદીલ દાઉદમુલ્લા નાગોરને ઝડપી લીધા હતા જ્યારે લખધીરસિંહ જાડેજા હજુ પોલીસ સકંજામાં આવ્યો નથી.
તમે આ પણ વાંચી સકો છો :
Gir Forest: સાસણ સફારી રુટ ઉપર સિંહની પજવણીનો મામલો
તમે આ પણ વાંચી સકો છો :