HomeGujaratThreat mail to Surat's VR Mall : સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યા...

Threat mail to Surat’s VR Mall : સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યા ઇ-મેઇલ, ઈમેલની મેનેજરે 12 કલાક પછી કરી પોલીસને જાણ – India News Gujarat

Date:

Threat mail to Surat’s VR Mall : ‘સ્પામમાં જતો રહ્યો એટલે ખબર પડી નહીં’ લૂલો બચાવ. દેશનાં 52 સ્થળોએ એકસરખો ઇ-મેઇલ ગયો મેઇલ ક્યાંથી અને કોણે મોકલ્યો તેનું પગેરું શોધવા તપાસ. બોમ્બ-ડોગ સ્ક્વોડે મોલની અંદર- આસપાસમાં ચેકિંગ કર્યું.

2.48 વાગ્યે ધમકીભર્યો મેઇલ આવ્યો હતો

વી.આર.મોલના ઓફિશયલ ઈ-મેઇલ પર સોમવારે મધરાત્રે 2.48 વાગ્યે ધમકીભર્યો મેઇલ આવ્યો હતો. જોકે, તેમ છતાં મોલના સંચાલકોએ મંગળવારે વહેલી સવારે પણ પોલીસને જાણ કરવાની તસ્દી સુધ્ધા લીધી ન હતી. મોલના મેનેજરે 12 કલાક વિતી ગયા બાદ છેક બપોરે 3.31 કલાકે પોલીસ કંટ્રોલરૂમને આ ઇ-મેઇલ અંગે જાણ કરી હતી.

ઇ-મેઇલ અંગે ની જાણકારી 12 કલાક બાદ પોલીસને કરાય

સુરતના સૌથી મોટા વીઆર મોલને ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો.. ઈમેલ માં જણાવાયું હતું કે “જીતને લોકો કો બચા શકતે હો બચાલો” મેનેજરે કંટ્રોલ રૂમને કોલ કરી બોમ્બ મુક્યો હોવાના મેઇલ બાબતે માહિતી આપી હતી. મધરાતે કંપનીના ઈ-મેઇલ પર બોમ્બ મુક્યો હોવાનો અત્યંત ગંભીર કહી શકાય એવો ઇ-મેઇલ આવ્યો હોવા છતાં સંચાલકો ઊંઘતા રહ્યા હતા. અને આ ઇ-મેઇલ અંગે ની જાણકારી 12 કલાક બાદ પોલીસને કરાય હતી.. સમગ્ર મામલે આખરે તવાઈ આવતાં તેમણે પોલીસ સમક્ષ એવું રટણ કર્યું હતું કે આ મેઇલ અમારા આઈડીમાં સ્પામમાં ચાલી ગયો હતો, જેના કારણે અમને આ ઇ-મેઇલ બાબતે કંઈ જ ખબર ન પડી. છેક બપોરે અચાનક સ્પામમાં ચેક કરાતાં મોલના મેનેજરને બોમ્બ મુક્યો હોવાનો ઇ-મેઇલ આવ્યાની ખબર પડી હતી. ખરેખર પોલીસે આ બાબતે તપાસ કરવાની જરૂર છે. આવી બેદરકારીને કારણે હજારો લોકોનો જીવ જોખમમાં મૂકાયો હતો.

Threat mail to Surat’s VR Mall : ઈમેલની બાબતે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી

પોલીસે સમગ્ર મોલ ખાલી કરાવીને પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને મોલની અંદર તેમજ આસપાસના વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું. આ કામગીરીને પગલે હજારો લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. ઘીસ ઈઝ અ મેસેજ ટુ એવરી વન. ધેર આર બોમ્બ્સ પ્લાન્ટેડ ઈનસાઈડ યોર મૉલ. ધ મૉલ બોમ્બ્સ આર સેટ ટુ ગો ઓફ ટુમોરો મોર્નિંગ વ્હેન ધેર આર પીપલ ઈનસાઈડ. અવર મિશન ઈઝ ટુ લીવ એઝ મેની પીપલ એઝ પોસિબલ ઈન અ પૂલ ઓફ બલ્ડ. ઘીસ એટેક ઈઝ કોઝ્ડ બાય ટુ ટેરરિસ્ટ નેમ્ડ ચિંગ એન્ડ ડોલ. આ ઈમેલની બાબતે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે. હાલમાં ઉમરા પોલીસે આ બાબતે જાણવા જોગ નોંધ કરી છે બીજી તરફ આ મેઇલ કયાંથી આવ્યો તે બાબતે સાયબરની ટીમે તપાસનો દૌર શરૂ કર્યો છે.

તમે આ પણ વાંચી સકો છો :

Gir Forest: સાસણ સફારી રુટ ઉપર સિંહની પજવણીનો મામલો

તમે આ પણ વાંચી સકો છો :

Farming In Traditional Way : આધુનિક સમયમાં પૌરાણિક પદ્ધતિથી ખેતી, રાસાયણિક ખાતર વગર જૂની પદ્ધતિ અનુસાર ખેતી ઉત્પાદન 

SHARE

Related stories

TONGUE CLEANING TIPS : માત્ર દાંત જ નહીં જીભની પણ સફાઈ છે જરૂરી

INDIA NEWS GUJARAT : ઘણીવાર લોકો બ્રશ કરતી વખતે...

SINGHAM 3 : જાણો ‘સિંઘમ 3’ મૂવીનો રિવ્યૂ

INDIA NEWS GUJARAT : વર્ષ 2011માં દિગ્દર્શક રોહિત શેટ્ટીએ...

Latest stories