City Bus Salary Dispute : ડ્રાયવરોને ઓછો પગાર અપાતો હોવાનો આરોપ ડબલ શિફ્ટ કરાવીને પણ પગાર નહીં ચૂકવતા હોવાનો આરોપ.
મહાનગર પાલિકા તંત્ર લોકોની હાલાકી દૂર કરવા પ્રયત્નશીલ જણાઈ રહ્યું નથી
સુરત મહાનગર પાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસોના ડ્રાઈવર અને કન્ડક્ટર પગારના મુદ્દે હડતાળ પર ઉતરી ગયા છે. તમામ કર્મચારીઓએ મગોબ ડેપો ખાતે ભેગા થઈ વરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ કંપની દ્વારા હજી સુધી આ મામલે કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી તો સુરત મહાનગર પાલિકા તંત્ર લોકોની હાલાકી દૂર કરવા પ્રયત્નશીલ જણાઈ રહ્યું નથી. ત્યારે આ કર્મચારીઓને ક્યારે ન્યાય મળશે હડતાળ ક્યારે પૂરી થશે એ જોવું રહ્યું…
City Bus Salary Dispute : 8 કલાકના બદલે 16 કલાક કામ કરવા પર ડબલ પગાર ચૂકવવામાં આવશે
હમેશા વિવાદો માં રહેતી સુરત સિટી બસ સર્વિસ માં કર્માચારીના પગાર મુદ્દે વધુ એક વિવાદ સામે આવ્યો છે.. મગોબ ડેપો ખાતે સિટી બસ ના ડ્રાયવરો અને કાંડક્ટરો દ્વારા હડતાળ પાડીને વિરોધ નોંધાવાયો હતો.. કર્મચારીઓનું કહેવું છે કે તેમની કંપની દ્વારા નોકરી પર રાખતી વખતે જે પગાર કહેવામાં આવ્યો હતો તેના બદલે જૂનો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પણ આઠ કલાકના બદલે 16 કલાક કામ કરવા પર ડબલ પગાર ચૂકવવામાં આવશે એવું કહેનાર કંપનીએ ફેરવી તોળતા કર્મચારીઓમાં કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે. સવારથી જ સિટી બસ અને બીઆરટીએસ બસના કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવતા સેકેડો બસોના પૈંડા થંભી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
તમે આ પણ વાંચી સકો છો :
Gir Forest: સાસણ સફારી રુટ ઉપર સિંહની પજવણીનો મામલો
તમે આ પણ વાંચી સકો છો :