Fraud Lady ARRESTED : મહિલા સરકારી અધિકારીનો સ્વાંગ રચી જુદી જુદી જગ્યા ઠગાઇ. નકલી અધિકારી બની વ્યારા, નવસારી, સુરતમાં અનેકને છેતર્યા. હેતલ પટેલે આપેલા બંને ચેક બાઉન્સ થયા નાયબ કલેક્ટરના સ્વાંગમાં મહિલા રૂ.12 લાખના દાગીના લઇ ફરાર.
હાલ મહિલા સહિત એના સાથીને ઝડપી પાડી તપાસ શરૂ કરી
ડેપ્યુટી કલેકટર બનીને ઠગાઇ કરતી મહિલાએ જ્વેલર્સને બાર લાખનો ચૂનો લગાડી ફરાર મહિલાને પોલીસ ઝડપી પાડી છે.. નકલી આધિકારી નવસારી સુરત વ્યારા સહિત અનેક જગ્યાએ નકલી અધિકારી બણેને અનેકને ચૂનો લગાડ્યો હોવાનું પોલીસે ખુલાસો કર્યો છે. જ્યારે મહિલાને શોધ કરતા તે પણ મળી આવી ન હતી. આખરે લખા રબારીએ સલાબતપુરામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. પોલીસ હાલ મહિલા સહિત એના સાથીને ઝડપી પાડી તપાસ શરૂ કરી છે..
Fraud Lady ARRESTED : 12.38 લાખના સોનાના દાગીના ખરીદી રૂ.6,19,155ના બે ચેક આપ્યા
સુરતના રિંગરોડના ચામુંડા જ્વેલર્સમાં ઠગ મહિલાએ પોતે ગાંધીનગરમાં નાયબ કલેક્ટર હોવાની ઓળખ આપી 12.38 લાખ સોનાના દાગીના લીધાં બાદ બે ચેક આપ્યા હતા. જે જ્વેલર્સે બેંકમાં નાંખતા બાઉન્સ થયા હતા. જેના પગલે જ્વેલર્સે ફરિયાદ નોંધાવી હતી. પુણા શુભલક્ષ્મી ઍપાર્ટમેન્ટમાં રહેતા લખાભાઈ રબારીનો માન દરવાજા પાસે ચામુંડા જવેલર્સના નામે દાગીના શો રૂમ છે. ગઇ તા 31મીના રોજ લખાભાઇ પાસે આવી એક મહિલાએ પોતે નવસારીની વતની અને હાલ ગાંધીનગર નાયબ કલેકટર હેતલ પટેલ હોવાની ઓળખ આપી હતી. પોતે સુરત કાર લેવા આવી છે અને તેનો ફોન ચોરાઇ જતાં પોલીસમાં ફરિયાદ કરી છે એમ કહ્યું હતું. મહિલાએ જ્વેલર્સ પાસેથી 12,38 લાખના સોનાના દાગીના ખરીદી રૂ.6,19,155ના બે ચેક આપ્યા હતા. લખાએ ચેક લઇને ઘરેણાં આપી દીધા હતા. બાદમાં લખા રબારીએ બેંકમાં ચેક ભરતા તે બાઉન્સ થયા હતા.
તમે આ પણ વાંચી સકો છો :
VNSGU Exams: ‘પ્રોફેસર પાસ કરી દેશે’ની આશાએ વિદ્યાર્થીએ કર્યું કારનામું
તમે આ પણ વાંચી સકો છો :
Duplicate Products: ઓલપાડમાં ડુપ્લીકેટ ડવ શેમ્પૂ ઝડપી પાડતી પોલીસ, 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત