Computerised Rendemization of EVM And VVPAT : ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું રેન્ડમાઈઝેશન કરાયું રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રેન્ડમાઈઝેશન.
જેથી કોઇ પણ બૂથ પર વોટીંગ સંબધિત સમસ્યા ન સર્જાય
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને લઈને તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગામી ૭ મે રોજ મતદાન થાનાર છે ત્યારે કોઇ પણ બૂથ પર વોટીંગ સંબધિત સમસ્યા ન સર્જાય અને તાપી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ આગોતરૂં આયોજન કર્યું છે.
બે વિધાનસભા દીઠ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવાની કામગીરી હાથ ધરાઇ
તાપી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.વિપિન ગર્ગની અધ્યક્ષસ્થાને તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ તાપી જિલ્લામાં સમાવિષ્ટ બે વિધાનસભા દીઠ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. ચૂંટણી તંત્ર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં EMS સોફ્ટવેરની મદદથી રેન્ડમાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેની યાદી પણ તમામ પક્ષને તંત્ર દ્વારા સોંપવામાં આવી હતી. જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા વેરહાઉસ ખાતે સંગ્રહિત રેન્ડમાઈઝ કરાયેલાં ઈવીએમ-વીવીપેટ જિલ્લાની બન્ને વિધાનસભાઓના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સુપ્રત કરવામાં આવી હતી. તેમજ આ ઈવીએમ જે-તે વિધાનસભાના નિયત અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવશે.
Computerised Rendemization of EVM And VVPAT : 1 – દિવસમાં જિલ્લાના સંબધિત એઆરઓને ઈવીએમની સોંપણી કરવામાં આવી
નોંધનિય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઈઝડ રેન્ડેમાઈઝેશન દ્વારા બારડોલી લોકસભા બેઠક હેઠળની તાપી જિલ્લાની ૦૨ વિધાનસભા બેઠકોમાં કુલ ૫૯૫ મતદાન મથકો ખાતે મૂકવા માટેના ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. અને ફર્સ્ટ રેન્ડમાઈઝેશન બાદ સશસ્ત્ર પોલીસ સુરક્ષા હેઠળ 1 – દિવસમાં જિલ્લાના સંબધિત એઆરઓને ઈવીએમની સોંપણી કરવામાં આવી હતી. મતદાનની તારીખ પૂર્વે દરેક વિધાનસભા બેઠકને ફાળવવામાં આવેલા કુલ ઈવીએમ અને વીવીપેટનું ફરીથી સેકન્ડ રેન્ડમાઈઝેશન કરાશે અને તેના આધારે કયા નંબરનું યંત્ર કયા મતદાન મથકે જશે તે નિર્ધારિત કરાશે.
તમે આ પણ વાંચી સકો છો :
Public Issue/પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 8 એપ્રિલે ખૂલશે
તમે આ પણ વાંચી સકો છો :