HomeGujaratLine For Admission In Private School : ખાનગી નહીં સરકારની આ...

Line For Admission In Private School : ખાનગી નહીં સરકારની આ શાળામાં એડમિશન માટે લાગી લાઈન, ખાનગી શાળા કરતાં સંખ્યા બમણી – India News Gujarat

Date:

Line For Admission In Private School : 3 દિવસ માટે ગોઠવાઈ વ્યવસ્થા સગવડતાં ધરાવતા પરિવારના પણ ભણે છે. બાળકો શિક્ષણ સમિતિની શાળમાં ખાનગી શાળા કરતાં સારી સુવિધા.

વિદ્યાર્થીનો ધસારો વધવા માંડ્યો

ખાનગી શાળામાં વધતી જતી ફી અને જુદાજુદા ખર્ચને હાલના સમયમાં સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓ પહોંચી નથી વળતાં ત્યારે હવે ફરી પાછો સરકારી શાળામાં વિદ્યાર્થીનો ધસારો વધવા માંડ્યો છે.. આવુજ કઈક સુરતની એક શાળામાં જોવા મળી રહ્યું છે..

3 દિવસ વ્યવસ્થા ગોઠવામાં આવી

અત્યાર સુધી સરકારી શાળા માટે લોકોના દિમાગમાં કંઈક અલગ છાપ હતી. લોકો પ્રાઈવેટ સ્કૂલો તરફ વળ્યાં હતાં. પરંતુ, છેલ્લા ઘણા વર્ષોથી સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં ઊલ્ટી ગંગા વહેતી જોવા મળી રહી છે. અહિં એડમિશન ઓપન થાય તે અગાઉથી જ વાલીઓ પૂછપરછ કરવાં લાગતાં હોય છે. ત્યારે પાલિકા સંચાલિત આ શાળામાં હાલ 3 દિવસ માટે જ એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ હોવાથી મોટી સંખ્યામાં લોકોની લાઈનો લાગી ગઈ છે. મનપા નગર પ્રાથમિક શાળા નંબર 346 અને 334 અને 355 ખાતે વાલીઓની લાઇન લાગી ગઈ છે. મોટા વરાછા ખાતે આવેલી શાળામાં આ વખતે એડમિશન માટે 3 દિવસ વ્યવસ્થા ગોઠવામાં આવી છે. આ શાળામાં ખાનગી શાળા કરતા બમણી સંખ્યા હોય છે. શાળાનું મેરિટ લિસ્ટ ઊંચું આવતા મોટા ઘરના લોકો પણ બાળકોનું એડમિશન કરાવી રહ્યાં છે. આ શાળઆમાં અતિ આધુનિક અને ડિઝિટલ સુવિધાઓ પણ આવેલી છે.

Line For Admission In Private School : હવે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે ડ્રો કરવો પડી રહ્યો છે

આ સરકારી શાળાનું શિક્ષણનું સ્તર ખાનગી શાળા કરતાં પણ સારૂ હોવાથી વાલીઓ અહિં પોતાના સંતાનને ભણાવવા ઈચ્છે છે. આ સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકો આગલા ધોરણમાં જાય તેની સાથે મોટા ભાગના નવા વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ માંથી આવે છે. અગાઉ આ શાળઆ માટે વિદ્યાર્થીઓને શોધવા જવા પડતાં હતાં. પરંતુ હવે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે ડ્રો કરવો પડી રહ્યો છે. ખાનગી સ્કૂલની ફી નહી ભરી શકતાં ખાનગી સ્કૂલ માંથી સરકારી સ્કૂલમાં અભ્યાસ માટે મૂકી રહ્યાં છે. તો બીજી તરફ શિક્ષણ સમિતિની સ્કૂલમાં જ નોકરી કરતાં આચાર્ય અને નિરીક્ષકો પણ પોતાના બાળકોને સમિતિની શાળામાં અભ્યાસ માટે મૂકી રહ્યાં છે.

તમે આ પણ વાંચી સકો છો :

Public Issue/પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 8 એપ્રિલે ખૂલશે

તમે આ પણ વાંચી સકો છો :

Inspiring Story Of Vrunda : જુઝારુ પિતા-પુત્રીની જોડી બની સેંકડો લોકોનો પ્રેરણા, સ્ત્રોતકદ નાનું પણ આત્મવિશ્વાસ આકાશથી ઊંચો

SHARE

Related stories

TONGUE CLEANING TIPS : માત્ર દાંત જ નહીં જીભની પણ સફાઈ છે જરૂરી

INDIA NEWS GUJARAT : ઘણીવાર લોકો બ્રશ કરતી વખતે...

SINGHAM 3 : જાણો ‘સિંઘમ 3’ મૂવીનો રિવ્યૂ

INDIA NEWS GUJARAT : વર્ષ 2011માં દિગ્દર્શક રોહિત શેટ્ટીએ...

Latest stories