Inspiring Story Of Vrunda : લોકો માટે આદર્શ પિતા પુત્રીની જોડીએ સાબિત કરી બતાવ્યું ઊંચાઈ ભલે ટૂંકી હોય. પરંતુ આત્મવિશ્વાસ આકાશ કરતા ઊંચો. PHD કરી રહેલી વૃંદા ની ઊંચાઈ 2.40 ફૂટ પિતાની ઊંચાઈ ભલે 3 ફૂટ હોય. છતાં આત્મનિર્ભર શારીરિક કમી છતાં આત્મવિશ્વાસ આકાશ કરતા ઊંચો વૃંદાના પિતાએ ક્યારે પણ સહારો નહીં આપ્યો.
માત્ર ટુ વ્હીલર જ નહીં પરંતુ કાર પણ ચલાવે છે
પીએચડી કરી રહેલી વૃંદાને જોઈ દરેક લોકો તેનાથી મોટીવેટ થઈ રહ્યા છે કારણ કે ભલે વૃંદાની ઊંચાઈ 2.40 ફૂટ હોય પરંતુ આત્મવિશ્વાસ આકાશ કરતા ઊંચો છે. વૃંદા માત્ર ટુ વ્હીલર જ નહીં પરંતુ કાર પણ ચલાવે છે. વૃંદાની જ નહીં પરંતુ તેના પિતાની પણ ઊંચાઈ માત્ર 3 ફૂટ છે. પરંતુ પિતા પુત્રીની આ જોડીએ સાબિત કરી બતાવ્યું છે કે ઊંચાઈ ભલે ટૂંકી હોય પરંતુ આત્મવિશ્વાસ હંમેશા આકાશ કરતા ઊંચો હોવો જોઈએ. બંને એકસાથે કોચિંગ ક્લાસ ચલાવીને કોલેજના વિદ્યાર્થીઓને ભણાવે છે. પહેલા હું મારા પિતા પાસે ભણતી હતી. અને તેમને જોઈને જ ભણાવવાની શરૂઆત કરી આજે હું પીએચડી કરી રહી છું.
પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી હાલ પીએચડી કરી રહ્યા છે
આજે આપણે એક એવા પિતા પુત્રીની વાત કરવા જઈ રહ્યા છે જેની સારીરીક ઊંચાઈ ખૂબ ઓછી છે છતાં બંનેઓ આત્મવિશ્વાસ આકાસ કરતાં પણ ઊંચો છે.. વાત કરીએ વૃંદાની તો જ્યારે 2.40 ફૂટ ઉંચી વૃંદાની પટેલ કાર અથવા તો ટુ વ્હીલર ચલાવીને પોતાના કોચિંગ ક્લાસ પર પહોંચે છે ત્યારે સૌ કોઈ સ્તબ્ધ થઈ જાય છે. આજે તે દરેક માટે રોલ મોડલ છે. ઊંચાઈ ઓછી હોવા છતાં, વૃંદાનીએ નવયુગ કોલેજ માંથી કોમર્સમાં સ્નાતક થયા છે તો તેઓએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી હાલ પીએચડી કરી રહ્યા છે અને હાલમાં તે કોલેજના વિદ્યાર્થીઓને ટ્યુશન આપે છે. વૃંદાજ નહિ પરંતુ તેમના પિતા પણ માત્ર 3 ફૂટ ઊંચા છે. વૃંદાનીએ ક્યારેય તેની ઊંચાઈને નબળાઈ બનવા દીધી નથી.
Inspiring Story Of Vrunda : આવી જ રીતે જીવન વ્યતિત કરવાનું છે જે માટે મારા પિતાએ મારી ખૂબ જ મદદ કરી
વૃંદાના પિતા કૌશિકભાઈને નાનપણથી જ એક એવી બીમારી હતી જેના કારણે તેઓની ઊંચાઈ ક્યારે વધી શકે નહીં અને આ જ બીમારી વૃંદાને પણ થઈ હતી. દીકરી પગભર બને આ માટે પિતાએ હંમેશા તેની કાળજી લીધી પરંતુ મજબૂત બનવા માટે ક્યારે પણ સહારો નહીં આપ્યો. ઊંચાઈ ટૂંકી હોવાના કારણે કઈ મુશ્કેલીઓ થાય છે તે કૌશિકભાઇ જાણતા હતા તેથી દીકરીને ક્યારે પણ આ સમસ્યા માનસિક રીતે નડે આ માટે તેઓએ હંમેશા તેને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરતા રહ્યા. વૃંદાએ જણાવ્યું કે જ્યારે તે શાળામાં ભણતી હતી ત્યારે તકલીફ તેને થતી હતી કારણ કે અન્ય વિદ્યાર્થીઓ સામાન્ય હતા પરંતુ તેની ઊંચાઈ ટૂંકી હતી. પરંતુ સમય પસાર થતા હું માનસિક રીતે તૈયાર થઈ ગઈ કે મને આવી જ રીતે જીવન વ્યતિત કરવાનું છે જે માટે મારા પિતાએ મારી ખૂબ જ મદદ કરી. તેઓએ મને હંમેશા કહ્યું કે અમે આવા જ છીએ અને આ પરિસ્થિતિ હોવા છતાં પણ અમે આગળ વધી શકીએ છીએ.
માનસિક રીતે મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યો
વૃંદાના પિતા કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારા પરિવારમાં મારા સિવાય કોઈને આ પ્રકારની સમસ્યાનો હતી. નાનપણથી જ મને ડોક્ટરે જણાવ્યું હતું કે મારી હાઈટ વધશે નહીં. મારી જેમ મારી દીકરીને પણ આ સમસ્યા થઈ હતી. આમ તો હું સહેલાઈથી કોચિંગ ક્લાસની શરૂઆત કરી પરંતુ મને હંમેશા લાગતું હતું કે મારી દીકરી કઈ રીતે જીવન વ્યતિત કરશે. આ માટે હું એમને હંમેશાં માનસિક રીતે મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યો. એ ડોક્ટર બનવા માંગતી હતી પરંતુ પરિસ્થિતિ એવી હતી કે કોણ મદદ કરશે ? જેથી મેં એને કોમર્સ કરવાનું કહ્યું તેણે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી પીએચડી માટે એન્ટ્રેન્સ પણ ક્લિયર કર્યું. મને આનંદ છે કે એમબીબીએસ કરીને નહીં પરંતુ પીએચડી કરીને તે ડોક્ટર બની જશે. દરેક જગ્યાએ હું એને મોકલું છું અને મદદ નથી કરતો. જેથી તે આત્મનિર્ભર બને. કોલેજ હોય કે સરકારી કચેરી તે પોતે એકલી જાય છે અને અમદાવાદથી તેને ખાસ કાર ચલાવવા માટે લાઇસન્સ મળ્યું છે.
Inspiring Story Of Vrunda : બંને પિતા પુત્રીને ઈન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી સો સો સલામ..
પોતે કાર ડ્રાઈવ કરું છું થ્રી વ્હીલર ચલાઉ છું. હું કોલેજમાં ભણાવવા માગું છું જેથી લોકો સમજી શકે કે કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિ આગળ વધી શકે છે. તેણીએ વિચાર્યું કે ભગવાને મને એટલી ઊંચાઈ આપી છે કે હું મારા પગ પર ઉભી રહી શકું છું. વૃંદાની માને છે કે જો આત્મવિશ્વાસ વધારે હોય તો વ્યક્તિ આકાશને સ્પર્શી શકે છે. અને આ માટે તેમના પિતાએ તેમની મદદ કરી.. હમેશા નાનો મોટી તકલીફમાં હિમત હારી જતાં લોકો માટે આ પિતા પુત્રી બંને એક ઉત્તમ ઉદાહરણ છે કે સામે પહાડ જેવી મુશ્કેલી હોય તોપણ હિંમત રાખીને એનો મુકાબલો કરવાથી કોઈપણ પરિસ્થિતિ માંથી પાર નીકળી શકાય છે.. આ બંને પિતા પુત્રીને ઈન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી સો સો સલામ..
તમે આ પણ વાંચી સકો છો :
Code of Conduct: સુરતમાં આચારસંહિતાનો અમલ, નાગરિકો 1950 પર પુરાવા સાથે ફરિયાદ નોંધાવી
તમે આ પણ વાંચી સકો છો :
Ice Dish: સુરતમાં આઇસ ડિશ ખાતા પહેલા ચેતવા જેવું, પાલિકાએ શરૂ કરેલ રિપોર્ટમાં ત્રણ નમૂના ફેલ