HomeGujaratAnnual Function At Somnath Sanskrut University : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમ...

Annual Function At Somnath Sanskrut University : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો, રોહિત કુમાર સિંઘ અને સ્વામી અભિષેક બ્રહ્મચારીની ઉપસ્થિતિ – India News Gujarat

Date:

Annual Function At Somnath Sanskrut University : વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જીવનમાં પ્રથમ વખત વોટ કરનાર યુવાનોને કર્યા જાગૃત.

શ્રેષ્ઠ ભારતના ઘડતરમાં તેમના યોગદાન વિશે જાગૃત કરી સંવાદ કર્યા

વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. દિલ્હીથી જન ચેતનાના સંસ્થાપક રોહિત કુમાર સિંઘ અને સ્વામી અભિષેક બ્રહ્મચારીની વિશેષ ઉપસ્થિતિમાં કલા, સંસ્કૃતિ, અને સંસ્કારો પર સંસ્કારોને પ્રદર્શિત કરતા કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો. તે સાથે દિલ્હીથી પધારેલ જન ચેતના સંગઠનના સંસ્થાપક રોહિતકુમાર સિંઘે જીવનમાં પ્રથમ વખત વોટ કરનાર યુવાન વિદ્યાર્થીઓને લોકશાહી મૂલ્યો અને શ્રેષ્ઠ ભારતના ઘડતરમાં તેમના યોગદાન વિશે જાગૃત કરી સંવાદ કર્યા હતા.

Annual Function At Somnath Sanskrut University : સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા

વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં દિલ્હીથી જન ચેતનાના સંસ્થાપક રોહિત કુમાર સિંઘ, અને સ્વામી અભિષેક બ્રહ્મચારીની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. આ વાર્ષિકોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જેમાં ગીત, યોગપ્રદર્શન તથા નાટક રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનનો કાર્યક્રમ યુનિવર્સિટી પરિસરમાં યોજાયો હતો. આ તકે પ્રાસંગિક ઉદબોધનમાં ડો દશરથ જાદવે યુનિવર્સિટીના છાત્રોની સર્વવિધ પ્રગતિને વધાવવામાં આવી હતી. સાથેજ યુનિવર્સિટીની દરેક દિશામાં પોતાની સુવાસ ફેલાવી રહી છે જેની નોંધ સમાજ પણ લઈ રહ્યો છે એ માટે આનંદ વ્યક્ત કર્યો હતો.

તમે આ પણ વાંચી સકો છો :

Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ

તમે આ પણ વાંચી સકો છો :

Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા

SHARE

Related stories

Latest stories