HomeGujaratLab Check: આરોગ્ય વિભાગે લીધેલા 230 કિલો પનીરના સેમ્પલ ફેલ - INDIA...

Lab Check: આરોગ્ય વિભાગે લીધેલા 230 કિલો પનીરના સેમ્પલ ફેલ – INDIA NEWS GUJARAT

Date:

Lab Check: સુરતના પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ રીતે ટેમ્પામાં પનીર વલસાડથી સુરત લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ટેમ્પાને રોકીને તપાસ કરવામાં આવી હતી. જેમાં 230 કિલો જેટલું પનીર મળી આવ્યું હતું. પ્રાથમિક તારણ આરોગ્ય અધિકારી દ્વારા કાઢતા પનીરમાં ભેળસેળ હોવાની શંકા જતા પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

સુરતમાં ઝડપાયેલા પનીર લેબોરેટરી ટેસ્ટમાં ફેલ

વલસાડથી સુરતના ઉધના પાંડેસરા વિસ્તારમાં પનીર વેચાણ માટે અને રેસ્ટોરન્ટમાં આપવા માટે લાવવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારી દ્વારા ટેમ્પામાં રહેલા પનીરના જથ્થાને જપ્ત કરી લીધો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, વલસાડથી આ પનીર સુરત લાવવામાં આવી રહ્યું હતું. અગાઉ પણ આ જ રીતે પનીર સુરતમાં લાવવામાં આવ્યું હતું પરંતુ તે ત્યારે ઝડપાયું ન હતું. ડ્રાઈવરને પૂછતા તેણે જણાવ્યું હતું કે, પનીર નકલી છે કે અસલી તે અંગે મને કોઈ માહિતી નથી.

Lab Check: પનિરનો સબસ્ટાન્ડર્ડનો રિપોર્ટ સામે આવ્યો

આખરે આરોગ્ય અધિકારી દ્વારા પનીરના સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપતા પનીર સ્ટાન્ડર્ડનું હોવાનું જણાઈ આવ્યું હતું. આરોગ્ય અધિકારી ધર્મેશ સાળુંકેએ જણાવ્યું કે, જે પનીરનો જથ્થો મળી આવ્યો હતો. તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાંથી જે રિપોર્ટ સેમ્પલ લાવ્યા છે. તેમાં પનીર ફેલ થયું હોવાનું જાણવા મળ્યું છે. પનીરમાં મિલ્ક ફેટને બદલે પાન ફેટનો ઉપયોગ થયો હતો, એટલું જ નહીં બાઇડીંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ પ્રકારનું પનીર ખાવાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે. જેને ધ્યાનમાં લઈને જેમના દ્વારા આ પનીર લાવવામાં આવ્યું હતું. તેમની સામે એજ્યુકેટીંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે.

તમે આ પણ વાંચી સકો છો :

Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ

તમે આ પણ વાંચી સકો છો :

Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા

SHARE

Related stories

Latest stories