HomeGujaratOld Lady Cheated By Two Men : વૃદ્ધ મહિલા સાથે બે ઇસમો...

Old Lady Cheated By Two Men : વૃદ્ધ મહિલા સાથે બે ઇસમો દ્વારા છેતરપિંડી, બે ગુનેગારો દ્વારા સોનાની બંગડી સાફ કરવાનું કહી છેતરપિંડી – India News Gujarat

Date:

Old Lady Cheated By Two Men : વૃદ્ધ મહિલાને ભોળવી ત્રણ તોલા સોનાની બંગડી લઈ ફરાર પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા શરૂ કર્યા પ્રયાસ.

ત્રણ તોલાની બે બંગડીઓ ચોરી

ભરૂચના વેજલપુર ખાતે ઘાંચીવાડ વિસ્તારમાં ધોળા દિવસે સોના ચાંદીના દાગીના ધોવાનું કહી એક વૃધ્ધાની ત્રણ તોલાની બે બંગડીઓ બે બાઈક સવાર ઈસમો લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ વૃધ્ધાએ ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકમાં કરતા પોલીસે માહિતી મેળવી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

બંગડીઓ ધોઈ સાફ કરી આપવાનું જણાવી વૃધ્ધાને વાતોમાં ફસાઈ

ભરૂચના વેજલપુર ખાતે ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા અનસૂયા વખાડીયા એકલવાયું જીવન જીવે છે. બપોરના સમયે તેઓ પોતાના મકાનમાં હાજર હતા તે સમયે એક બાઈક લઈને બે ઈસમો આવ્યા હતાં. જેમણે તેમને તેમની સોનાની બંગડીઓ ધોઈ સાફ કરી આપવાનું જણાવી વૃધ્ધાને વાતોમાં ફસાઈ હતી. ત્યારે બાદ અનસૂયાબેને તેઓએ એક ઈસમને પરસેવો બહુ થતો હોય પાણી આપવાનું કહેતા તેઓ ઘરમાં પાણી લેવા ગયા બાદ તસ્કરોએ આ તકનો લાભ ઉઠાવી ત્યાંથી તેમની અંદાજીત 3 તોલા વજનની સોનાની બંગડીઓ લઈને રફુચક્કર થઈ ગયા હતાં. જોકે અનસૂયા બહેનના કહેવા મૂજબ તેઓ ખબર નહિ શુ થઈ ગયું હતું કે આ ઘટના અંગે તેમના કઈ જ ખબર પડી ન હતી.

Old Lady Cheated By Two Men : લોકો વધુ પ્રમાણમાં સક્રિય થઈ ને ગુનાહ આચારતા જોવા મળી રહ્યા છે

પરતું થોડાં સમય પછી તેમને માલુમ પડ્યું હતું કે તેમના હાથની બે બંગડી ગાયબ હોય અને પેલા ઈસમો ત્યાં હાજર નહિ હોય તેમણે આસપડોશમાં જાણ કરતા તેઓ તાત્કાલિક ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે વૃધ્ધાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. હાલ સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો હોય સોનાના દાગીના બાબતે ક્રાઇમ ખૂબ વધી કયો છે.. અને લોકો વધુ પ્રમાણમાં સક્રિય થઈ ને ગુનાહ આચારતા જોવા મળી રહ્યા છે ત્યારે એકલવાયું જીવન જીવતા વૃદ્ધો કોઈપણ પ્રકારના ગુનાહનો ભોગ નહીં બને એમાટે પોલીસ દ્વારા પણ મુહિમ ચલાવાય હતી તેમ છતાં હજી પણ વૃદ્ધો આ પ્રકારના ગુણઃ નો ભોગ બની રહ્યા છે..

તમે આ પણ વાંચી સકો છો :

Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ

તમે આ પણ વાંચી સકો છો :

Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા

SHARE

Related stories

Mumbai Boat Mishap:2 મુસાફરો હજુ પણ ગુમ છે, શોધ અભિયાન ચાલુ છે-India News Gujarat

Mumbai Boat Mishap: મુંબઈ બોટ દુર્ઘટના, 2 મુસાફરો હજુ...

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

Latest stories