Spying Scandal Accused ARRESTED : ભરૂચ LCBના બે કોન્સ્ટેબલ સહિત ચાર હતા સંડોવાયેલા પરેશ ઉર્ફે ચકો દમણથી ઝડપાયો.
દમણમાંથી ધરપકડ કરવામાં આવી
ભરૂચ પોલીસના બે કર્મીઓએ સ્ટેટ વિજિલન્સની ટીમના અધિકારીઓના લોકેશન મેળવવાના કેસમાં ફરાર પરેશ ઉર્ફે ચકાને એક વર્ષ બાદ પણ દમણમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
Spying Scandal Accused ARRESTED : બુટલેગર પરેશ ઉર્ફે ચકો શના ચૌહાણ એક વર્ષથી વોન્ટેડ હતો
ભરૂચ પોલીસના બે કર્મીઓએ સ્ટેટ વિજિલન્સની ટીમના અધિકારીઓના લોકેશન બુટલેગરોને આપતા હોવાનો ઘટસ્પોટ અગાઉ થયો હતો. જેમાં બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી બે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા હતા. જેમાં બે મહિના પહેલા નયન કાયસ્થ પકડાઈ ગયો હતો. જ્યારે અન્ય બુટલેગર પરેશ ઉર્ફે ચકો શના ચૌહાણ એક વર્ષથી વોન્ટેડ હતો. તેને સ્ટેટ મોનીટરીંગની ટીમે માહિતીના આધારે દમણથી ઝડપી પાડયો હતો. જેને ભરૂચ બી ડીવીઝન પોલીસની ટીમ ટ્રાન્સફર વોરંટથી તપાસ અર્થે ભરૂચ લાવતા કોર્ટે 9 દીવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. આ આરોપીઓ એ એસએમસીના 2891 વાર લોકેશન શેર કર્યા હતા.
ભાંડો ફૂટતાં બી ડિવિઝન પોલીસ મથકમાં તેમની સામે ફરિયાદ નોંધાઇ
ભરૂચ જિલ્લામાં ગત વર્ષે ખાખીવર્ધીને શર્મશાર કરનાર જાસૂસીકાંડ ઝડપાયું હતું. જેમાં ભરૂચ એલસીબીના બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલકી દ્વારા સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ અધિકારીઓના લોકેશન મેળવી તેની બાતમી ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ તેમજ વડોદરાના પરેશ ઉર્ફે ચકો શના ચૌહાણને પહોંચડતાં હતાં. તેમણે એસએમસીના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓના 2891 વાર લોકેશન શેર કર્યાં હતાં જેનો ભાંડો ફૂટતાં બી ડિવિઝન પોલીસ મથકમાં તેમની સામે ફરિયાદ નોંધાઇ હતી.
Spying Scandal Accused ARRESTED : 6 ગુનાઓમાં તે બે વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હતો
આ કેસમાં બન્ને કોન્સ્ટેબલની ધરપકડ કરી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે બે મહિના પહેલાં જ નયન કાયસ્થની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધલકી દેવામાં આવ્યો છે. જોકે, પરેશ ઉર્ફે ચકો એક વર્ષથી વોન્ટેડ હતો.દરમિયાનમાં એસએમસીની ટીમે બાતમીના આધારે પરેશ ઉર્ફે ચકો દમણના મયુર બિયર બારમાંથી ઝડપી પાડ્યો હતો. બુટલેગર પરેશ ઉર્ફે ચકા વિરૂદ્ધ રાજ્યભરમાં 27થી ગુના નોંધાયેલાં છે. જે પૈકીના 6 ગુનાઓમાં તે બે વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હતો. ત્યારે ભરૂચ બી ડીવીઝન પોલીસની ટીમ તેનો કબજો મેળવી ભરૂચ લાવી કોર્ટમાં રજૂ કરતાં નવ દિવસ રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
તમે આ પણ વાંચી સકો છે :
તમે આ પણ વાંચી સકો છે :
NDPS Case: સંજીવ ભટ્ટે 1996માં બનાસકાંઠાના વકીલ વિરુદ્ધ કર્યો હતો ડ્રગ્સનો ખોટો કેસ