Anant Patel: લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ દ્વારા આદિવાસી ઓળખ સમાન તમાસા પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
Anant Patel: આદિવાસી ઓળખ સમાન તમાસા પાર્ટીનો સહારો
લોકસભાની ચૂંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીએ પ્રચાર પસાર જોરશોરથી શરૂ કરી દીધો છે તો ઉમેદવારો પણ મતદારોને રીઝવવા માટે અવનવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે વલસાડ-ડાંગ લોકસભા બેઠકના આદિવાસી લોકચાહના અને લોકસમસ્યાનો અવાજ બુલંદ કરતા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે આદિવાસી જિલ્લા એવા ડાંગમાં મતદારોને રીઝવવા આદિવાસી ઓળખ સમાન તમાસા પાર્ટીનો સહારો લઈ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે, ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે રાત્રી દરમ્યાન યોજાયેલી એક જાહેરસભામાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ તમાસા પાર્ટી યોજવામા આવી હતી તમાસા પાર્ટીએ ડાંગની બોલીમાં યોજાતું એક રીતનું નાટક છે જેમાં લોકોને દરેક વિષય ઉપર સમજણ માટે એકત્રીકરણ માટેનો ઉપાય છે ત્યારે મોટી સંખ્યામાં ગામના લોકોએ તમાસા પાર્ટીને પણ માણી હતી.
ચુંટણી પ્રચારના સમયે ઉમેદવારો અને રાજકીય પાર્ટી દ્વારા અનેક પ્રકારના માધ્યમોનો ઉપયોગ કરી લોકોને આકર્ષિત કરવા ભીડ ભેગી કરવા ઉપયોગ થતો હોય છે લોકો પણ મનોરંજન કરવાના ઉદ્દેશ સાથે રાજકીય પાર્ટીના નેતાઓને શું કહે છે એ જાણવા માટે આવતા હોય છે.
તમે આ પણ વાંચી સકો છો :
ઉનાળાની ગરમીને દૂર કરવા માટે 5 કુદરતી કૂલિંગ Summer Drinks – INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી સકો છો :
આ સપ્તાહમાં સબ્સ્ક્રિપ્શન માટે ઓપન થતાં IPO – INDIA NEWS GUJARAT