HomeElection 24Health Centre: ઉમરગામ તાલુકા હેલ્થ ઓફિસની 10 વર્ષમાં કચેરીની હાલત બત્તર બની...

Health Centre: ઉમરગામ તાલુકા હેલ્થ ઓફિસની 10 વર્ષમાં કચેરીની હાલત બત્તર બની જતાં ઉઠયા સવાલો – INDIA NEWS GUJARAT

Date:

Health Centre: વલસાડના ઉમરગામ તાલુકા હેલ્થ ઓફિસ કચેરી ખખડધજ હાલતમાં રહેતા અધિકારીઓના માથે તોડાતું જીવનું સંકટ. સરકારની ઘોર બેદરકરી સામે આવતા 10 વર્ષ માંજ દીવાલો અને છત ઉપરના પોપડા ઊખડ્યા હોવાનું સામે આવ્યું છે.

Health Centre: મોટી તિરાડો, બીમના પિલર જર્જરિત હાલતમાં દેખાયા

વલસાડના ઉમરગામ તાલુકાના નગરપાલિકા હદ વિસ્તારના ગાંધીવાડી સ્થિત કાર્યરત પીએચસી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં છેલ્લા દસ વર્ષ પહેલા તાલુકા હેલ્થ ઓફિસ કચેરીનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જે હાલના સમયમાં આ કચેરીનું મકાન અત્યંત જર્જરીત બની જવા પામ્યું છે. મકાનની દિવાલોમાં પડેલી તિરાડ નજરે પડે છે. છત ઉપરથી સિમેન્ટના પોપડા ખરી રહ્યા છે. તે સાથે છતની ઉપરની દીવાલો ઉપર પણ તિરાડ દેખાઈ રહી છે. સાથે પીલરોના જે બીમો નાખવામાં આવેલા છે, એ બીમના નીચેથી સિમેન્ટ સરકી રીતસરની માટી નજરે આવી રહી છે. ત્યારે આ ખખડધજ તાલુકા હેલ્થ ઓફિસ કચેરીમાં ગમે ત્યારે પણ કોઈ મોટી હોનારત સર્જાય એવી હાલે શક્યતા દર્શાવી રહી છે.

આ કચેરીમાં કાર્યરત અધિકારીઓના માથે મોતનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે અધિકારીઓએ પણ ઉપરોક્ત ઘટનામાં પોતાની વેદના રુપી જાણ સંબંધિત અધિકારીઓને પત્ર વ્યવહાર દ્વારા જણાવી, વહેલી તકે આ કચેરીનું સમારકામ થાય એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ઉપરોક્ત નિર્માણ પામેલ તાલુકા હેલ્થ ઓફિસ કચેરીના મકાનના લોકાર્પણ પહેલા સંબંધિત અધિકરીઓ કચેરી બાંધકામનું નિરક્ષણ કરાવી ફિટનેસ રિપોર્ટ લઈ મકાન આયુષ્ય નક્કી કરી અધિકારીઓ વચ્ચે ખુલ્લો મૂકવામાં આવતો હોય છે. ત્યાર આટલા વર્ષમાં જો મકાન અત્યંત જર્જરીત બને તો મકાનના નિર્માણ કાર્ય ઉપર ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે.

તમે આ પણ વાંચી સકો છો :

ઉનાળાની ગરમીને દૂર કરવા માટે 5 કુદરતી કૂલિંગ Summer Drinks – INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી સકો છો :

આ સપ્તાહમાં સબ્સ્ક્રિપ્શન માટે ઓપન થતાં IPO – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

TONGUE CLEANING TIPS : માત્ર દાંત જ નહીં જીભની પણ સફાઈ છે જરૂરી

INDIA NEWS GUJARAT : ઘણીવાર લોકો બ્રશ કરતી વખતે...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories