HomeSurat NewsDiamond Exchange: સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના, સારી ક્વોલિટીના હીરા બદલી હલકી ગુણવત્તાના...

Diamond Exchange: સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના, સારી ક્વોલિટીના હીરા બદલી હલકી ગુણવત્તાના હીરા પધરાવતો – INDIA NEWS GUJARAT

Date:

Diamond Exchange: સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં એક રત્ન કલાકારે સિફ્તપૂર્વક હીરાનો બદલો માર્યો હતો. સારી ક્વોલિટીના ગુણવતાના હીરા બદલી દોઢ લાખથી વધુની છેતરપિંડી કરી હતી. સમગ્ર ઘટનામાં શંકા જતાં સીસીટીવીના આધારે હીરાનો બદલો કરનાર રત્નકલાકારને ઝડપી લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હીરામા વજન ઓછું આવતા માલિકને ગઈ હતી શંકા

કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનાના સરીન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા રત્નકલાકાર દ્વારા કારખાનાના માલિકનો વિશ્વાસ કેળવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. સારી ક્વોલિટીના હીરા બદલી હલકી ગુણવત્તાના હીરા પધરાવતો હતો. હીરામાં વજન ઓછું આવતા માલિકને શંકા ગઈ હતી. શંકાના આધારે કારીગર બીપીન શેલડીયા પર નજર રાખવામાં આવી હતી. ત્યારે રત્નકલાકાર બીપીન સીસીટીવીમા શંકાસ્પદ હિલચાલ જોવા મળતા હીરાનું વજન ચેક કરાયું હતું. વજન ઓછું આવતા કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં દોઢ લાખના હીરા બદલી લેવાયાની ફરિયાદ બીપીન શેલડીયા સામે નોંધાઇ છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Diamond Exchange: કારખાના માલિકનો વિશ્વાસ કેળવી વિશ્વાસઘાત કર્યો

હીરાના કારખાનામાં કામ કરતાં રત્નકલાકારો દ્વારા ઓછા વજનના અને હલકી ગુણવત્તાના હીરા મૂકી સારી ગુણવત્તાના અને વધુ વજનના હીરા બદલી કાઢીને ચોરી કરાતી હોવાના કિસ્સા પહેલા પણ પ્રકાસમાં આવી ચૂક્યા છે પરંતુ CCTV સહિતના સર્વેલન્સ આવ્યા પછી અને સિક્યુરિટી દ્વારા આવાતા જતાં ચેકિંગ કરવામાં આવતા આવા કિસ્સા નું પ્રમાણ ઓછું થયું હતું પરંતુ હજીપણ કેટલીક જગ્યાએ આવા વિશ્વાસઘાતના કિસા હજી પણ બનતા હોય છે ત્યારે ઝડપથી પૈસા કમાવવા માટે રત્નકલાકારો દ્વારા વિવિધ પ્રકારે ચોરી કરવાના પ્રયાસો થતાં રહે છે.

તમે આ પણ વાંચી સકો છો :

ઉનાળાની ગરમીને દૂર કરવા માટે 5 કુદરતી કૂલિંગ Summer Drinks – INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી સકો છો :

આ સપ્તાહમાં સબ્સ્ક્રિપ્શન માટે ઓપન થતાં IPO – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories