પારડી ના ટુકવાડા ગામ ના છેવાડાના વિસ્તારમાં બિન્દાસ રીતે રસ્તા પર દીપડો ફરી રહ્યો હતો
વલસાડ જિલ્લામાં ફરી એક વખત એક ગામ નજીક રસ્તા પર લટાર મારતો દીપડો કેમેરામાં કેદ થયો હતો. આ વખતે વલસાડના પારડી ના ટુકવાડા ગામ ના છેવાડાના વિસ્તારમાં બિન્દાસ રીતે રસ્તા પર દીપડો ફરી રહ્યો હતો. તીઘરા ગામના કેટલાક યુવકો કારમાં ટુકવાડા નજીકથી પસાર થઈ રહ્યા હતા.
ત્યારે જ ગામના ધોડિયાવાડ વિસ્તાર નજીક અડધી રાત્રે એક દિપડો રસ્તા પર લટર મારતો દેખાયો હતો .આથી યુવાકો ડરી ગયા હતા.અને કાર રસ્તા વચ્ચે થોભાવી દીધી હતી. જોકે તેઓએ દીપડા ના આ આંટાફેરા ના દ્રશ્યો મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધા હતા આખરે દિપડો આ યુવકોની કારની સામેથી જ રસ્તો ક્રોસ કરી અને ફરી પાછો ઝાડીઓ માં છુપાઈ ગયો હતો. આમ ગામમાં જ દીપડાની હાજરી અંગે ગામ લોકોએ વન વિભાગને જાણ કરી હતી.આથી વન વિભાગની ટીમે પણ ટુકવાડા ના છેવાડાના વિસ્તારોમાં પાંજરા ગોઠવી દીપડાને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા હતા.મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ દીપડા જેવા હિંસક પ્રાણીઓ ખોરાકની શોધમાં જંગલ છોડી અને રહેણાંક વિસ્તાર નજીક આવી રહ્યા હોવાના બનાવ વધી રહ્યા છે. આ અગાઉ પણ અનેક વખત ગામ અને શહેરી વિસ્તારો નજીકથી દિપડાઓ ઝડપાવવાના બનાવ બની ચૂક્યા છે ત્યારે ફરી એક વખત ગામના રસ્તાની પર જ બિન્દાસ રીતે લટર મારતા દીપડાના દ્રશ્યો જોઈ લોકોમાં ભય નો માહોલ છવાયો હતો.