City Bus Accident : પેસેન્જરને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયો પોલીસના માણસે બસ હંકારીતો કહ્યું બસમાં બ્રેક જ નથી. પોલીસ ઘટના સ્થળે પહોંચી બસનો કબજો લીધો.
ડ્રાઈવર અને પેસેન્જરને ઈજાઓ પહોંચી હતી
સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે આ વખતે ડિંડોલી વિસ્તારમાં સિટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર ડ્રાઈવર અને પેસેન્જરને ઈજાઓ પહોંચી હતી. જેથી સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ બસને પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
City Bus Accident : 15 થી 20 જેટલા પેસેન્જરો બસમાં સવાર હતા
ડિંડોલીમાં સિટી બસ ચાલકે અક્સ્માત સર્જ્યો હતો. ઓટો રિક્ષા ચાલક અને પેસેન્જરને અડફેટમાં લેતા ઈજાઓ પહોંચી હતી. પેસેન્જરને ઇજાઓ વધુ પહોંચી હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર અક્સ્માત રૂટ નંબર 104 પર દોડતી બસે સર્જાયો હતો. અકસ્માત સમયે 15 થી 20 જેટલા પેસેન્જરો બસમાં સવાર હતા. અકસ્માત બાદ બસ ચાલકે કહ્યું કે,બસ સંપૂર્ણ રીતે હંકારાય એવી સ્થિતિમાં છે. રિક્ષા ચાલકની ભૂલના કારણે અકસ્માત સર્જાયો છે. જ્યારે પોલીસે બસ હંકારી તો કહ્યું કે, બસમાં બ્રેક જ નથી લાગતી. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી બસ ચાલક અને બસનો કબ્જો લીધો છે. ત્યારે બસની સ્થિતિને લઈને પણ અકસ્માત બાદ સવાલો ઉભા થયા છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Holi 2024: કપરાડા તાલુકામાં હોળી ઉજવણી, આદિવાસી સમાજમાં પ્રચલિત એવા ભવાની નૃત્ય મેળો