HomeWorldFestivalHoli 2024: કપરાડા તાલુકામાં હોળી ઉજવણી, આદિવાસી સમાજમાં પ્રચલિત એવા ભવાની નૃત્ય...

Holi 2024: કપરાડા તાલુકામાં હોળી ઉજવણી, આદિવાસી સમાજમાં પ્રચલિત એવા ભવાની નૃત્ય મેળો – INDIA NEWS GUJARAT

Date:

Holi 2024: કપરાડા તાલુકામાં આદિવાસી સમાજમાં અનેક તહેવારોનું ઘણું મહત્વ રહેલું છે. તહેવારોની ઉજવણીના સમયે બહાર શહેરોમાં મજૂરીકામ માટે ગયેલા લોકો તેમના નિવાસ સ્થાને પરત ફરે છે અને પોતાના પરિવાર સાથે ઉજવણી કરે છે, પરંતુ હોળીનો માહોલ કંઈક અલગ જ હોય છે. હોળી સમયે અહીંના પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે શરૂ થઇ જતું હોય છે, અને તે છેક હોળી સુધી જોવા મળે છે.

Holi 2024: આદિવાસી સમાજના લોકો હાલ થનગની રહ્યા છે

આદિવાસી પરંપરા ને જાળવી રાખી આજે પણ હોળી પર્વ સમયે વલસાડ જિલ્લાના કપરાડા ખાતે ભવાની નૃત્ય કરનારા લોકો તેમના પરંપરાગત વાજીંત્રો સાથે હોળીનો ફાગ ઉઘરાવવા માટે વિવિધ હાટ બજારમાં ફરતા જોવા મળે છે. શિવરાત્રીથી લઈ હોળી દરમિયાન વિવિધ ગામોમાં અઠવાડિયાના સાત દિવસો દરમિયાન અલગ-અલગ ગામોમાં ભરાતા હાટ બજારમાં નૃત્ય કરીને હોળીનો ફાગ ઉઘરાવે છે.

આદિવાસી સમાજમાં એવી માન્યતા છે કે, ભવાની નૃત્ય કરનાર વ્યક્તિને નાનું બાળક આપી તેની સાથે નૃત્ય કરાવવાથી બાળકને આવતી તમામ બીમારીઓ દૂર થઈ જાય છે. જેને લઇને લોકો નાના બાળકોને આ નૃત્ય કરતા લોકોને હાથમાં આપી તેની સાથે નૃત્ય કરાવે છે. આજે આવું જ એક નૃત્ય વૃંદ કપરાડા તાલુકાના માંડવા ગામે બજારમાં ફાગ ઉઘરાવતા જોવા મળ્યા હતા. ઘણાં વર્ષથી સતત આદિવાસી સમાજના લોકોએ જણાવ્યું કે, હોળીના તહેવાર નિમિત્તે આ નૃત્યનો ખાસ મહત્વ છે અને લોકો તેમને એક પરંપરાગત આદિવાસી નૃત્ય તરીકે નહીં પરંતુ ધાર્મિક રીતે જુએ છે. હોળી પર્વ કપરાડા તાલુકાના સિલ્ધા કપરાડા લવકર માંડવા કરર્ચોડ રોહીયાળ જંગલ દહિખેડ જેવા ગામોમાં ભરાતા હાટ બજારો જે આદિવાસી વિસ્તાર એ બજારો ને ભુરકુડા હાટ તરીકે ઓળખે છે.

હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ નૃત્ય આદિવાસી સમાજના અનેક હાટ બજારોમાં તમને સામાન્ય રીતે જોવા મળી શકે છે. વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ આદિવાસી સમાજના લોકો પોતાના વડવાઓ દ્વારા શરૂ કરાયેલા આ નૃત્યની જાળવણી કરી રહ્યા છે.

તમે આ પણ વાંચી સકો છો :

Pre & Post Holi Skincare: હોળી દરમિયાન તમારી ત્વચાને કેવી રીતે સુરક્ષિત રાખવી – INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી સકો છો :

ઉનાળાની ગરમીને દૂર કરવા માટે 5 કુદરતી કૂલિંગ Summer Drinks – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories