Ticket To Nilesh Kumbhani By Congress : નીલેશ કુંભાણી પહેલીવાર લોકસભાની ટીકીટ આપવામાં આવી. નીલેશ કુંભાણી મૂળ રાજુલાના વતની છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર.
ચૂંટણી લડી ચૂક્યા છે પણ જીત હાસલ થઈ નથી
લોકસભા ચૂંટણીની જ્યારે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે હજુ કેટલાક ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી હતા આજરોજ કોંગ્રેસ દ્વારા સુરત લોકસભા માટે નિલેશ કુંભાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે નિલેશ કુંભાણી અગાઉ બે વાર કોર્પોરેશનની અને એકવાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે પણ જીત હાસલ થઈ નથી. ફરી એકવાર કોંગ્રેસ દ્વારા તેમના પર વિશ્વાસ મુકાયો છે અને સુરત લોકસભાની સીટ નિલેશ કુંભાણીને અપાય છે સુરત શહેર માટે ભારતીય જનતા પાર્ટીએ નવો ચહેરો અને કોંગ્રેસ દ્વારા જૂના ચહેરાને મેદાને ઉતાર્યો છે.
Ticket To Nilesh Kumbhani By Congress : વધુ જંગી લીડ થી ભાજપને હરાવીશું એવો દાવો કારવમાં આવ્યો
ગુજરાતની ટીમ દ્વારા જ્યારે કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કરતા સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સાથે વાતચીત કરી હતી ત્યારે નિલેશ કુંભાણીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી રામના નામે મત માંગે છે પરંતુ અમે કામના નામે મત માંગવું પસંદ કરશું.. દેશને આઝાદ કોંગ્રેસ પાર્ટી એ કરાવ્યો છે ભારતીય જનતા પાર્ટી એ કર્યું શું છે અને આ વખતે અમે દોઢ લાખથી વધુ જંગી લીડ થી ભાજપને હરાવીશું. એવો દાવો કારવમાં આવ્યો છે જોકે કોંગ્રેસ દ્વારા હજી સુધી કોઈ સત્તાવારા યાદી બહાર પડયા નથી અને નીલેશ કુંભાણીનું નામ જાહેર કર્યું નથી પરંતુ ગુજરાત પ્રદેશ ખાતે થી નિલેશને ચુંટણીમાં ટિકિટ આપાઈ હોવાની જાણકારી નિલેશને અપાઈ હોવાની જાણકારી અપાઈ હોવાનું નિલેશે જણાવ્યું છે.
તમે આ પણ વાંચી સકો છો :
Visa Fraud: વિદેશ જવાની ઘેલછામાં પરિવાર છેતરાયો, 30 લાખ જેટલા રૂપિયાનો ચુનો લાગ્યો
તમે આ પણ વાંચી સકો છો :
Loksabha Elections: ‘ગુજરાતમાંથી સંત સમાજ માટે ચૂંટણીની ટિકિટ મળવી જોઈએ’