Cruel Incident Of Bharuch : બુકાનીધારી શખ્સએ જીવતો સળગાવાનો કર્યો પ્રયાસ ભરૂચ હોસ્પિટલ માં ખસેડી પોલીસે વધુ તપાસ શરૂ કરી.
ઘરમાં ઘૂસી પેટ્રોલ છાંટી યુવાનને જીવતો સળગાવ્યો
તો હવે વાત કરીએ ભરૂચ શહેરના આલી વિસ્તારના ચોંકાવનારા ઘટનાની …તો ભરૂચ શહેરના આલી વિસ્તારમાં એક બુકાની ધારી અજાણ્યા ઈસમે એક યુવાનને જીવતો સળગાવવા મામલો સામે આવ્યો છે.બુકાનીધારી અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી પેટ્રોલ છાંટી યુવાનને જીવતો સળગાવ્યો હતો.આગમાં ગંભીર રીતે ઘાયલ યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
Cruel Incident Of Bharuch : સારવાર હેઠળ પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
ભરૂચ શહેરના આલી વિસ્તાર માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં આ વિસ્તારમાં રહેતો 21 વર્ષીય કિશન કાલુભાઇ વસાવા પોતાના ઘરમાં સૂતો હતો.આ સમય દરમિયાન કોઇ અજાણ્યા ઇસમે બુકાનીબાંધી તેના ઘરનો દરવાજો ખખડાવી જેવો જ કિશને દરવાજો ખોલ્યો કે તરત જ તેના પર પેટ્રોલ ભરેલી પોટલી તેના મારી તરત જ સળગતો દીવો નાખતા કિશન કઈ સમજે તે પહેલાં જ ભડભડ સળગવા લાગ્યો હતો. તે સળગતો ફળિયામાં દોડતા ત્યાંના સ્થાનિકોએ તાત્કાલિક ધાબળા વડે તેની આગ ઓલવી સારવાર હેઠળ પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ બી ડીવીઝન પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવી સીસીટીવી ફુટેજ મેળવી આરોપીના સઘડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. હુમલો કેમ કર્યો એનું કારણ અજુ સુધી સત્તાવાર બહાર આવ્યું નથી.
તમે આ પણ વાંચી સકો છો :
Visa Fraud: વિદેશ જવાની ઘેલછામાં પરિવાર છેતરાયો, 30 લાખ જેટલા રૂપિયાનો ચુનો લાગ્યો
તમે આ પણ વાંચી સકો છો :
Loksabha Elections: ‘ગુજરાતમાંથી સંત સમાજ માટે ચૂંટણીની ટિકિટ મળવી જોઈએ’