HomeGujaratPostal Workers Risking Their Lives : જીવના જોખમે કામ કરતા પોસ્ટ કર્મચારીઓ,...

Postal Workers Risking Their Lives : જીવના જોખમે કામ કરતા પોસ્ટ કર્મચારીઓ, છેલ્લા બે વર્ષથી જર્જરિત હાલતમાં છે – India News Gujarat

Date:

Postal Workers Risking Their Lives : તવરા ગામની પોસ્ટ ઓફિસ હાલ કોમ્યુનિટી હોલમાં પોસ્ટ ઓફિસ કાર્યરત. હોલના સ્લેબના ગાબડા નીચે પડતાં ગામના લોકો ભય.

10 બાઈ 10 ના રૂમમાં કપડું બાંધીને પોસ્ટ ઓફિસ છેલ્લા બે વર્ષથી કાર્યરત

વાત કરીએ પોસ્ટ ઓફિસની જર્જરિત હાલતની.. તો તવરા ગામમા આવેલ મહારાણા પ્રતાપ બાગની બાજુમાં આવેલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા બે વર્ષથી 10 બાઈ 10 ના રૂમમાં કપડું બાંધીને પોસ્ટ ઓફિસ છેલ્લા બે વર્ષથી કાર્યરત છે.. તવરા ગામની પોસ્ટ ઓફિસ જર્જરિત હાલતમા જેની અનેક વાર રજૂઆતો કરવા છતાં હજી સુધી પોસ્ટ ઓફિસની યોગ્ય જગ્યા ફાળવવામાં આવી નથી.

Postal Workers Risking Their Lives : ૧૫ હજારથી પણ વધુ વસ્તી ધરાવતું ગામમાં એક પોસ્ટ ઓફિસ પણ યોગ્ય નહીં

આપની ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્ય કોઈ ઝુંપડપટ્ટી ના નથી પરંતુ પોસ્ટ ઓફિસના છે જે તવરા ગામની પોસ્ટ ઓફિસમાં રિકવરી ખાતા 500થી પણ વધુ ખાતા ધરાવે છે તથા વૃદ્ધ પેન્શન 300 સિનિયર સીટીઝન 500 સુકન્યા ખાતુ 100 વીમા પોલિસી 10 ડિજિટલ ખાતા 300 તથા 18 વર્ષથી નાના બાળકોના ખાતા 10 અને સોલર રજીસ્ટ્રેશન 55 કુરિયર રજીસ્ટર સ્પીડ પોસ્ટ રોજની 200 થી પણ વધુ સહિતની સુવિધા તવરા ગામ પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી હોય છે.. પરંતુ ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ તવરા ગામ એ હાલ નવા ભરૂચ તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે તવરા ગામની પ્રાથમિક સુવિધાઓના પણ હાલતો ઠેકાણા નથી તવરા ગામની વસ્તી ૧૫ હજારથી પણ વધુ વસ્તી ધરાવતું ગામમાં એક પોસ્ટ ઓફિસ પણ યોગ્ય ન હોવાના કારણે ગામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે..

કોમ્યુનિટી હોલનું મકાન જર્જરીત હોવાથી મકાનના સ્લેબમાં પણ ગાબડાંઓ પડી ગયા

ગ્રામના જાગૃત યુવાનો દ્વારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરવામાં આવતા જ્યાં પોસ્ટ ઓફિસ એક જર્જરીત હાલતમાં 10 બાઈ 10 ના રૂમમાં કપડું બાંધી છત ના સ્લેપના ગાબડાં તૂટી પડતા પોસ્ટ કર્મચારીઓને પણ ભારે મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે.. ત્યારે ગામ માંથી આવેલ લોકોને પણ હાલતો પોસ્ટ ઓફિસ કઈ જગ્યા છે એ જ શોધવી મુશ્કેલ બની ગયું છે.. ત્યારે તવરા ગામના મહારાણા પ્રતાપ ભાગ પાસે આવેલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા બે વર્ષથી પોસ્ટ ઓફિસ કાર્યરત છે પરંતુ સંપૂર્ણ કોમ્યુનિટી હોલનું મકાન જર્જરીત હોવાથી મકાનના સ્લેબમાં પણ ગાબડાંઓ પડી ગયા છે જેને લઇ પોસ્ટ ઓફિસમાં આવતા લોકોને પણ ડર નો સામનો કરવો પડે છે.

Postal Workers Risking Their Lives : આવનાર સમયમાં વહેલી તકે તવરા ગામને એક યોગ્ય પોસ્ટ ઓફિસ મળે તે ખૂબ જરૂરી

એક તરફ તવરા ગામ ટાઉન પ્લાનિંગમાં સમાવેશ થયો છે ત્યારે હાલતો તવરા ગામમાં એક પછી એક સમસ્યાઓ જોવા મળી રહી છે તવરા ગામના સ્થાનિક રાજકીય આગેવાનો પર પણ ગામજનો આક્ષેપ કરી રહ્યા છે કે આપને ગામની સ્થાનીક પ્રાથમિક સુવિધાઓ થીજ ગામને આપે વંચિત રાખો છો તો આવનાર સમયમાં વહેલી તકે તવરા ગામને એક યોગ્ય પોસ્ટ ઓફિસ મળે તે ખૂબ જરૂરી રહ્યું છે.

તમે આ પણ વાંચી સકો છો :

BJP’s second list heats up politics in DNH : શિવસેન(ઠાકરે જૂથ) ના સાંસદ ભાજપમાંથી લડશે ચુંટણી

તમે આ પણ વાંચી સકો છો :

Tapi Goods Train Corridor: તાપીમાં આદિવાસી ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન, તમામ પ્રોજેકટો રદ્દ કરવાની માંગણી

SHARE

Related stories

Latest stories