HomeGujaratTruck With NHI Board Caught : NHI નું બોર્ડ લગાવી ફરતી ટ્રકો...

Truck With NHI Board Caught : NHI નું બોર્ડ લગાવી ફરતી ટ્રકો ઝડપાય RTO દ્વારા આકસ્મિક ચેક હાથ ધરાતા ટ્રર્કો ઝડપાયા – India News Gujarat

Date:

Truck With NHI Board Caught : વાહનના ટેક્ષ ઇનશોરન્સ સહિતના બાબતોની તપાસ કરાય. વાહનોમાં પરમિટ સહિતની કમી મળતા દંડનાત્મક કાર્યવાહી.

2 ટ્રક, RTO ના હત્થે ચડતા અધિકારો દ્વારા આ વાહન ચાલકોને દંડાયા

હવે વાત કરીએ માળવાહક ભારી વાહનો દ્વારા NHI નું બોર્ડ લગાવી ચલાવતા વાહનોની,, તો વલસાડના મલાવ નજીક NHI નું બોર્ડ મારેલ 2 ટ્રક, RTO ના હત્થે ચડતા અધિકારો દ્વારા આ વાહન ચાલકોને દંડાયા હતા !

ટ્રક સંજાણ બાજુએથી આવી મલાવ તરફ જતા વેળાએ ઝડપાઇ હતી

વલસાડના ઉમરગામ તાલુકાના મલાવ ગામે નવનિર્મિત પામેલ રેલવે ઓવરબ્રિજ ઉપર નેશનલ હાઈવે ઓથોરિટીનું બોર્ડ મારેલી એક ટ્રક સંજાણ બાજુએથી આવી મલાવ તરફ જતા વેળાએ ઝડપાઇ હતી.. વલસાડ આરટીઓના અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલા ઓચિંતા ચેકિંગ દરમિયાન ઉપરોક્ત ટ્રક, નેશનલ હાઈવે ઓથોરિટી (NHI) વાળું પાટિયું આગળ લગાવી જતા વખતે અચાનક અધિકારીઓની આ ટ્રકો આંખે ચડી હતી. અધિકારીઓ દ્વારા તે ટ્રકને તપાસ અર્થે અટકાવવામાં આવી અને કાગળિયા. વાહનોના ટેક્સ, પરમીટ, ઇન્સ્યોરન્સ જેવી બાબતોની જીણવટ પૂર્વક તપાસ કરવામાં આવતા બંને ટ્રકો પાસે પીયુસી, ઇન્સ્યોરન્સ અને ફિટનેસના પરવાના વાળા કાગડિયા બાબતોનો ચોક્કસ અભાવ જણાઈ આવ્યો હતો.. બંને ટ્રકોને આરટીઓ અધિકારીઓ દ્વારા દંડનાત્મક પ્રક્રિયા હાથ ધરવામાં આવતા અન્ય કાગળિયા વગર ફરતી ગાડીઓ અને ટ્રકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

Truck With NHI Board Caught : આ તમામે તમામ ટ્રકમાં ક્યાંક ને ક્યાંક આરટીઓને લગતા પરવાના વાળા કાગડિયાઓનો અભાવ રહેતો

જોકે અત્રે ઉલ્લેખનીય બાબતે છેકે, હાલમાં જ સરકાર દ્વારા રોડ ઓવરબ્રિજ અંડર ગ્રાઉન્ડ બ્રિજ જેવા વિકાસલક્ષી કાર્યોમાં માટી, કપચી, રેતીની જરૂરિયાત માટે ટ્રકોનો વપરાશ કરવામાં આવતો હોય છે. ખાસ કરીને આ તમામે તમામ ટ્રકમાં ક્યાંક ને ક્યાંક આરટીઓને લગતા પરવાના વાળા કાગડિયાઓનો અભાવ રહેતો જ હોવાને લઈ ઉપરોક્ત આરટીઓ કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન માત્ર બે ટ્રકો જ હાથે ચડી હતી. પણ આવી કામગીરી આરટીઓ અધિકારીઓ દ્વારા અવિરત થાય તો હજુ ઘણી ટ્રકો, ગાડીઓ દંડાશે, અને અકસ્માત સમયે ભોગ બનેલ લોકોને ઇન્સ્યોરન્સ પોલિસીમાં થતી હેરાનગતિમાં સરળતા રહેશે.

તમે આ પણ વાંચી સકો છો :

BJP’s second list heats up politics in DNH : શિવસેન(ઠાકરે જૂથ) ના સાંસદ ભાજપમાંથી લડશે ચુંટણી

તમે આ પણ વાંચી સકો છો :

Tapi Goods Train Corridor: તાપીમાં આદિવાસી ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન, તમામ પ્રોજેકટો રદ્દ કરવાની માંગણી

SHARE

Related stories

Latest stories