HomeSurat NewsGamblers Arrested: પલસાણા પોલીસે સટ્ટા બેટિંગ કરતાં લોકોનું કર્યું પર્દાફાશ - INDIA...

Gamblers Arrested: પલસાણા પોલીસે સટ્ટા બેટિંગ કરતાં લોકોનું કર્યું પર્દાફાશ – INDIA NEWS GUJARAT

Date:

Gamblers Arrested: હાલ દેશમાં વિવિધ ક્રિકેટ મૅચો રમાઈ રહી છે. ત્યારે પલસાણા પોલીસે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામેથી સટ્ટો રમતા અને બેટિંગ કરતાં શખ્સોની ધરપકડ કરી હતી. કાયદાના સંઘર્ષમાં એક કિશોર મળી આવ્યો હતો અને કુલ 10ની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ 8.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મહિલા આઈ.પી.એલ મેચ પર ચાલી રહી હતી સટ્ટેબાજી

દેશમાં હાલ ક્રિકેટ મેચ અને IPL ના ચાલતે ક્રિકેટ ફીવર શરૂ થયો છે. ત્યારે સટોડીયાઓ પણ ગેલમાં આવ્યા છે. ત્યારે સુરત જિલ્લાની પલસાણા પોલીસે આવા સટોડિયાઓનો પર્દાફાશ કર્યો હતો. હાલ મહિલા આઈ.પી.એલ ચાલી રહી છે. જેમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર કારેલી ગામે ફ્લાવર વેલી સોસાયટીમાં સત્તા બેટિંગ ચાલી રહ્યું હતું. જે બાબતની પોલીસને બાતમી મળી હતી અને પોલીસ બાતમી મુજબની જગ્યાએ પોહચી ગઈ હતી. અને સત્તા બેટિંગ કરી રહેલા પાંચ જેટલા શકુનિઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસ કરેલી રેડ દરમિયાન કુલ 10 જેટલા ઈસમો સટ્ટાબેટિંગ કરી રહ્યા હતા.

Gamblers Arrested: વિવિધ વેબસાઇટ પરથી 16 જેટલી રમતો પર સટ્ટો રમાડતા

તમામ ઓન લાઈન સટ્ટો રમવા માટે મોબાઈલ, લેપટોપ તેમજ સોફ્ટવેર વડે જુદી જુદી બેન્કોમાં ખોટા નામની કંપનીઓનું એકાઉન્ટ ખોલ્યું હતું. અને એ કંપની ઓના એટીએમ પુરા પાડીને દિલ્હી કેપિટલ તેમજ રોયલ ચેલેન્જર બેંગલોર વચ્ચે ચાલી રહેલ મહિલા IPLની મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમી રહ્યા હતા. માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ વિવિધ વેબ સાઇટ ઉપરથી અન્ય 16 જેટલી રમતો પર સટ્ટો રમાડતા હોવાની હકીકત બહાર આવી હતી.

8.31 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

ઓનલાઈન સટ્ટો રમવા માટે 300 રૂપિયા ફી પણ સટ્ટો રમનાર પાસે લેવામાં આવતી હતી. તો અલગ અલગ એકાઉન્ટ મારફતે સટ્ટા બજારની રકમ જમા થતી હતી. જે તમામ એકાઉન્ટ કરંટ એકાઉન્ટ હોવાનું બહાર આવ્યું છે. જે રકમ એક જ એકાઉન્ટમાં જમા કરી અને ઉપાડી લેવામાં આવતી હતી. આ તમામ પકડાયેલા આરોપીઓ છેલ્લા 3 મહિનાથી આ વિસ્તારમાં સક્રિય હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે. પોલીસે કરેલ કાર્યવાહી દરમિયાન તેઓ પાસેથી ૪૧ જેટલા મોબાઈલ ફોન, લેપટોપ, એટીએમ કાર્ડ તેમજ રોકડ મળી 8.31 લાખનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો હતો.

તમે આ પણ વાંચી સકો છો :

Congress Declared Candidate for Daman-Diu – પ્રદેશ પ્રમુખ કેતન પટેલ ભાજપ સામે મેદાનમાં 

તમે આ પણ વાંચી સકો છો :

Education Committee: શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં 25 કરોડના વિવિધ કામોને મંજૂરી 

SHARE

Related stories

Latest stories