HomeGujaratUnique Hobby Of Bank Deputy Manager : બેંકના ડેપ્યુટી મેનેજરનો અનોખો શોખ,...

Unique Hobby Of Bank Deputy Manager : બેંકના ડેપ્યુટી મેનેજરનો અનોખો શોખ, અનેક રાજકીય વ્યક્તિના આબેહૂબ સ્કેચ દોર્યાં – India News Gujarat

Date:

Unique Hobby Of Bank Deputy Manager : ફિલ્મી હસ્તીમાં અમિતાભ બચ્ચનનો સ્કેચ પણ બનાવ્યો. કોઈપણ પ્રકારની પ્રોફેશનલ ટ્રેનિંગ વગર અદભૂત કલાકારી.

ફિલ્મજગત સહિત અનેક હસ્તીઓના સ્કેચ તૈયાર કર્યા

અરવલ્લી જિલ્લાના મોડાસાના અને બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા એક યુવકે કોરોના કાળના આફતના સમયને અવસરમાં બદલીને સ્કેચક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, આ યુવાને અત્યાર સુધીમાં ધાર્મિક ચિત્રો, રાજકીય હસ્તીઓથી લઈ ફિલ્મજગત સહિત અનેક હસ્તીઓના સ્કેચ તૈયાર કર્યા છે,, જુઓ અમારો વિશેષ અહેવાલ….

અત્યાર સુધીમાં 700 જેટલા સ્કેચ તૈયાર કર્યા

આ છે નમ્ર શેઠ,, મોડાસામાં અને ત્યારબાદ ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરી મુંબઇ ખાતે બેંકમાં ડેપ્યુટી મેનેજરની પોસ્ટ પર ફરજ બજાવતા નમ્ર શેઠે ચિત્ર અને સ્કેચ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, સમગ્ર વિશ્વ વૈશ્વિક મહામારીના કોરોનાકાળ દરમીયાન વ્યવતીત અને ચિંતિત હતું, તેવા સમયમાં નમ્ર એ અફતને અવસરમાં બદલીને તેની કોઠા સુજથી સુંદર અને અદભુત સ્કેચ તૈયાર કર્યા છે, નમ્ર શેઠે અત્યાર સુધીમાં 700 જેટલા સ્કેચ તૈયાર કર્યા છે, જેમાં ધાર્મિક, ફિલ્મી હસ્તીઓ, રાજકીય હસ્તીઓ, વૈજ્ઞાનિક, સહિત અનેક સ્કેચ તૈયાર કર્યા છે. નમ્રનું કહેવું છે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ,, કેમ કે કોરોનાકાળ પહેલા નમ્રને સ્કેચ કે ચિત્રમાં કોઈ રસ ન હતો, પરંતુ તે સમયગાળાનો તેણે સદઉપયોગ કરીને સ્કેચ દોરવાના શરૂ કર્યા બાદ આજે તે આબેહૂબ એવા એક થી ચઢિયાતા એક ચિત્રો દોરી શકે છે.

Unique Hobby Of Bank Deputy Manager : આગામી દિવસોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનો સ્કેચ તૈયાર કરીને ગિફ્ટ કરવાની ઈચ્છા

નમ્રનો સ્કેચ દોરવા પર એવો તો હાથ બેસી ગયો છે કે તે અદભુત સ્કેચ બનાવે છે. તેને અત્યાર સુધીમાં પીએમ નરેન્દ્ર મોદીનો તેમની માતા હીરા બા સાથેનો સ્કેચ, ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, અમિતાભ બચ્ચન, વિક્રમ સારાભાઈ, બીપીન રાવત સહિત ભગવાન રામલલા, શંકર ભગવાન, ગણપતિજી, રાધાકૃષ્ણ સહિત અનેક સ્કેચ તૈયાર કર્યા છે, જેમાંથી ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન સહિતની અનેક હસ્તીઓને તેને પોતામાં હાથે સ્કેચ ભેટ આપ્યા છે. તો નમ્ર આગામી દિવસોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનો સ્કેચ તૈયાર કરીને ગિફ્ટ કરવાની ઈચ્છા રાખી રહ્યો છે.

નેશનલ કક્ષાની ચિત્ર કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો

ખાસ બાબત એ છે કે નમ્ર શેઠ કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ નથી, તે મુંબઇ સ્થિત ખાનગી બેંકના હેડ કવોટરમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમ છતાં તેમને તેના શોખને જીવંત રાખીને તેની કોઠા સુજ વડે ચિત્રો તૈયાર કર્યા છે, તાજેતરમાં અયોધ્યા ખાતે સ્થાપિત કરવામાં આવેલી ભગવાન રામલલાની મૂર્તિની આબેહૂબ મૂર્તિનું સ્કેચ તેને એક કાગળ પર દોર્યું હતું અને તે જ સ્કેચ સાથે તેમણે નેશનલ કક્ષાની ચિત્ર કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, જેમાં તેને આખા ભારતમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. જે બદલ તેને 50 હજાર રોકડ, પ્રમાણપત્ર અને સિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Unique Hobby Of Bank Deputy Manager : પોતાના સ્કેચ દ્વારા નામના અપાવવાની ઈચ્છા સાથે સતત મહેનત કરી રહ્યા છે

નમ્ર એવા યુવાનો અને વિદ્યાર્થીઓ માટે પથદર્શક બની રહ્યો છે કે જેઓ તેમના જીવનમાં કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગે છે, નમ્ર શેઠ “પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ” ના જીવન સૂત્રને વળગી રહી ને કોરોનાકાળ પહેલા ચિત્ર ક્ષેત્રે કઈ જ ન જાણતા હોવા છતાં સતત પ્રેક્ટિસ અને મહેનત કરીને આ મંજિલ સુધી પહોંચ્યા છે, ત્યારે આ યુવાન અરવલ્લી જિલ્લા સહિત ગુજરાતને દેશ અને વિશ્વ લેવલે પોતાના સ્કેચ દ્વારા નામના અપાવવાની ઈચ્છા સાથે સતત મહેનત કરી રહ્યા છે..

તમે આ પણ વાંચી સકો છો :

Congress Declared Candidate for Daman-Diu – પ્રદેશ પ્રમુખ કેતન પટેલ ભાજપ સામે મેદાનમાં 

તમે આ પણ વાંચી સકો છો :

Education Committee: શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં 25 કરોડના વિવિધ કામોને મંજૂરી 

SHARE

Related stories

Latest stories