ભૂતપૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલ ના પુત્ર કેતન પટેલ ને કોંગ્રેસ એ બીજી વાર મેદાનમાં ઉતર્યા
રાજ્યના પડોશ માં આવેલી સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતન પટેલ ની જાહેરાત થઈ છે કેતન પટેલ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે. પાર્ટી એ તેમને સતત બીજી વખત ટિકિટ આપી દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલભાઈ પટેલ ની સામે જંગમાં ઉતાર્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે કેતન પટેલ દમણ દીવ લોકસભા બેઠકના ભૂતપૂર્વ સાંસદ સ્વ. ડાયાભાઈ પટેલના પુત્ર છે. દમણ દીવમાં ડાયાભાઈ પટેલ ના પરિવારનો રાજકારણ માં દબદબો હતો. જોકે વર્ષ 2009 થી આ બેઠક ભાજપે કબજો કરી હતી. જો કે વર્ષ 2019 માં પણ ભાજપના વર્તમાન સાંસદ અને આ વખતે પણ વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુંભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતન પટેલ અને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ વચ્ચે ખરા-ખરીનો જંગ જામ્યો હતો. જોકે આ ત્રિકોણીય જંગ માં ભાજપના ઉમેદવાર લાલુંભાઈ પટેલની 9 હજાર થી વધુ મતોથી જીત થઈ હતી. પરંતુ 2019 માં આ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરનાર ઉમેશ પટેલે 20,000 થી વધુ મતો મળ્યા હતા. આથી અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે કોંગ્રેસની બાજી બગાડી હતી .અને હવે આ વખતે પણ ભાજપના લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના કેતન પટેલ વચ્ચે 2019 ની જેમ ફરી એક વખત જંગ જામી રહ્યો છે. આ વખતે કોંગ્રેસ આ ચૂંટણીમાં મોંઘવારી બેરોજગારી અને સ્થાનિક મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જશે અને લોકોનું સમર્થન માગશે. વર્ષ 2019 માં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો .જો કે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ ગઈ વખતે અપક્ષ ઉમેદવારી કરનાર ઉમેશ પટેલને પણ સમજાવી તેમનો પણ સાથ લેવાનો પ્રયાસ કરશે. અને સ્થાનિક મુદ્દાઓને લઈને આ વખતે આ બેઠક પર પરિવર્તન લાવી કોંગ્રેસ જીતશે તેવો કેતન પટેલે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.