Political Visits To Surat : પ્રવાસ અલગ અલગ રાજ્યના સાંસદને મેદાને ઉતારી દેવાયા આદિમજૂથના લાભાર્થી સાથે સાંસદનો સંવાદ.
ઝારખંડ રાજ્યના સાંસદ લોકસંપર્ક અભિયાન હેઠળ પ્રવાસમાં આવ્યા
લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપે કેન્દ્રીય મંત્રીઓ અને અલગ અલગ રાજ્યના સાંસદને મેદાને ઉતારી દેવામાં આવ્યા છે ત્યારે વાલોડ તાલુકાના અંબાચ ગામે ઝારખંડ રાજ્યના સાંસદ લોકસંપર્ક અભિયાન હેઠળ પ્રવાસમાં આવ્યા હતા અને સરકારી આવાસનો લાભ લીધેલ પરિવારોની મુલાકાત લીધી હતી.
યોજનાઓના લાભ લીધેલ આદિમજૂથ પરિવારોની મુલાકાત લીધી હતી
હાલ લોકસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે ત્યારે ભાજપ સહિત અન્ય પક્ષોએ ચૂંટણી લક્ષી કવાયતો હાથ ધરી છે ત્યારે બારડોલી બેઠક પર લોકસભા ઉમેદવાર જાહેરાત કર્યા બાદ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં બારડોલી લોકસભા વિસ્તારમાં આવેલ વાલોડ તાલુકાના અંબાચ ગામે ઝારખંડ રાજ્યના અલ્મોડાનાં સાંસદ અને માજી કેન્દ્રિય મંત્રી અજય તમતા લોકસંપર્ક હેઠળ પ્રવાસમાં આવ્યાં હતાં જેમાં સાંસદ અજય તમતા એ સરકારની પ્રધાનમંત્રી આવસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભ લીધેલ આદિમજૂથ પરિવારોની મુલાકાત લીધી હતી અને તેમની સાથે બેસીને સંવાદ કર્યો હતો…
Political Visits To Surat : વિકાસ કાર્યો થી પ્રેરણા મેળવી પોતાના વિસ્તારમાં કરવામાં આવતી કામગીરીમાં જરૂરી સુધાર
અન્ય પ્રદેશના નેતા દ્વારા ગુજરાતમાં પ્રવાસ કરવાથી અને સંવાદ કરવાથી પ્રદેશના નાગરિકોને અન્ય પ્રદેશની ની સરકારોની કામગીરી વિષે જાણકારી પણ મળે છે સાથે અન્ય પ્રદેશના નેતાઓ દ્વારા ગુજરાતમાં થયેલા વિકાસ કાર્યો થી પ્રેરણા મેળવી પોતાના વિસ્તારમાં કરવામાં આવતી કામગીરીમાં જરૂરી સુધાર કરવાની ઉપયોગી જાણકારી પણ મી રહે એવા હેતુ સાથે આ પ્રકારના પ્રવાસ કાર્યકર્મોનું આયોજન કરવામાં આવીએ છે..
તમે આ પણ વાંચી સકો છો :
Dandi Satyagrah Day: ૯૪ વર્ષ પહેલાં ગાંધીજીએ ભીમરાડ સભા સંબોધી હતી
તમે આ પણ વાંચી સકો છો :
Diamond Bourse: 1575 કરોડના પ્રોજેક્ટના નિર્માણમાં નાણાકીય વિવાદ સર્જાયો