Diamond Bourse: સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ કરનારી પી.એસ.પી પ્રોજેક્ટ્સ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવેલી આર્બિટેશન એક્ટની કલમ 9 હેઠળની પિટિશનમાં નામદાર જજ આશિષ મલ્હોત્રાએ સુરત ડાયમંડ બુર્સને આગામી 4 અઠવાડીયા સુધીમાં 125 કરોડ રૂપિયાની બેન્ક ગેરંટી જમા કરાવવા માટે આદેશ કર્યો હતો અને જ્યાં સુધી આ બેન્ક ગેરંટી જમા ના કરાવવામાં આવે ત્યાં સુધી સુરત ડાયમંડ બૂર્સ તેમની બાકી રહેલી ઓફિસો કે અન્ય પ્રોપર્ટીની હરાજી કરી શકશે નહીં કે ભાડે આપવા કે થર્ડ પાર્ટી રાઇટ્સ ઊભા કરવા મામલે પણ મનાઈ હુકમ ફરમાવ્યો હતો.
Diamond Bourse: કોમર્શિયલ કોર્ટે ને અપાયો આદેશ
સુરતના બહુચર્ચિત ડાયમંડ બુર્સ નો વિવાદ વધુ વકર્યો છે. બુર્સનું બાંધકામ કરનારી કંપની દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ સંદર્ભે કોર્ટે મહત્વપૂર્ણ ફેસલો સંભળાવ્યો છે. પી.એસ.પી પ્રોજેક્ટ્સ લીમીટેડ કંપની વતી સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ મીનાક્ષી અરોરા તેમજ હાઇકોર્ટ ના વકીલ ભગીરથ પટેલની દલીલોને માન્ય રાખીને નામદાર અદાલતે આ ચુકાદો આપ્યો છે. જ્યારે ડાયમંડ બુર્સ વતી એડવોકેટ ઝકી શેખએ દલીલો કરી હતી. બંને પક્ષકારો વચ્ચે થયેલા કરાર મુજબ જો પીએસપી પ્રોજેકટ જો આ મેટરને 90 દિવસની અંદર આર્બિટ્રેશન ટ્રીબ્યુનલમા નહી લઈ જાય તો સુરત ડાયમંડ બુર્સ હાલના આદેશને રદ કરવા સ્વતંત્ર હોવાનો પણ નિર્દેશ આપ્યો છે.
કોર્ટમાં 650 કરોડની દાદ માંગતી અરજી કરાઇ
નોંધનીય છે કે પ્રોજેક્ટના રુપિયા 1575 કરોડ પૈકી રુપિયા 538ક કરોડના નાણાકીય વિવાદમાં સમગ્ર કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. લવાદની નિમણૂક સુધી પેમેન્ટનો ફરી વિવાદ પીએસપીએ જે હાલની અરજી કરી હતી તેમાં લવાદની નિમણૂક થાય તે દરમિયાન બેન્ક ગેરન્ટી તરીકે ના રકમ જમા કરાવવાની માગ કરી હતી. ડાયમંડ બુર્સના વકીલ રશેષ સંજાણવાલા અને ઝકી શેખે દલીલ કરી હતી કે સમગ્ર કેસમાં 3 મહિના ઉપર થવા આવ્યા છતાં હજુ સુધી આર્બિટ્રેશનની નિમણૂક કરવામાં આવી નથી અને આ દરમિયાન 650 કરોડ રૂપિયાની દાદ માંગતી અરજી કરાઈ હતી જેની સામે કોર્ટ દ્વારા 125 કરોડ રૂપિયાની બેન્ક ગેરન્ટીનો આદેશ થયો છે. હાલ આ ચુકાદાનું અધ્યયન કર્યા બાદ તેને હાઇકોર્ટમા પડકારવામા આવશે, હાલના ચુકાદામાં પણ જો સામેની પાર્ટી 90 દિવસમાં મેટર આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ ન જાય તો ડાયમંડ બુર્સ ઓર્ડરની રદ કરવા સ્વતંત્ર છે.
તમે આ પણ વાંચી શકો છો:
Excessive Google Use: સતત મોબાઈલનો ઉપયોગ પછી યુવતીની સ્થિતિ બગડી, ગળાફાંસો ખાધો – INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી શકો છો: