HomeGujaratDNH Students on Strike : સ્કોલરશીપના મામલે વિદ્યાર્થીઓ ઉતાર્યા ભૂખ હડતાળ પર...

DNH Students on Strike : સ્કોલરશીપના મામલે વિદ્યાર્થીઓ ઉતાર્યા ભૂખ હડતાળ પર -India News Gujarat

Date:

પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે

સેલવાસની કોલેજના વિદ્યાર્થી સ્કોલરશીપ ન મળતા કલેક્ટર કચેરીને બહાર ભૂખડતાલ પર બેઠા જેને કારણે વાતાવરણ તંગ બનવા પામ્યું છે.સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે પછાત વર્ગના કોલેજના વિદ્યાર્થીઓ સ્કોલરશીપ ન મળતા કલેક્ટર કચેરી બહાર હડતાલ પર બેઠા હતા..

રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં કોલેજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.પ્રશાસન દ્વારા હજુ સુધી સ્કોલરશીપ આપવામાં ન આવતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ રેલી કાઢી અને કલેકટર કચેરીની બહાર ભૂખ હડતાળ પર બેઠા હતા.વિદ્યાર્થીની હડતાલને પગલે પોલીસ અને પ્રશાસન પણ દોડતું થયું હતું.સરકારની યોજના અંતર્ગત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં કોલેજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની યોજના હાલે બંધ છે.થોડા દિવસ અગાઉ જ વિદ્યાર્થીઓ દ્વારા રેલી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.પરંતુ હજુ પણ વિદ્યાર્થીને સ્કોલરશીપ ન મળતા આજરોજ તેઓ કલેકટર કચેરીની બહાર હડતાલ પર બેઠા હતા હડતાલમાં તેઓ સૂત્રચાર કરીને ભ્રષ્ટાચાર બંધ કરો અમારી સ્કોલરશીપ આપો જેવાં નારાઓ લગાવ્યા હતા.સૂત્રચાર કરી વિરોધ દર્શાવી રહેલા વિદ્યાર્થીઓને સમજાવવા પ્રસાસનના અધિકારીઓ પ્રયત્ન કર્યો હતો પરંતુ વિદ્યાર્થીઓ માનવા તૈયાર ન હતા અને કલેક્ટર કચેરી બહાર ભર તડકામાં બેસીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.સરકાર દ્વારા બેટી પઢાવો બેટી બચાવો ના નારા સાથે અનેક યોજના બનાવીને ગરીબ આદિવાસી અને જરૂરતમંદ વિદ્યાર્થીઑ માટે શિક્ષણ સહાય યોજના ની જાહેરાત કરાઇ હતી.પરંતુ જ્યારે આવી સહાય મેળવવા માટે વિદ્યાર્થીઑ પ્રયત્ન કરતાં શિક્ષા સહાય નહીં મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાય હતા.

SHARE

Related stories

Latest stories