Board Exams 2024: ધોરણ 10 ના 91,446 વિધાર્થીઓ આપશે પરીક્ષા
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 50,330 આપશે પરીક્ષા
12 સાયન્સ માં 18,537 વિધાર્થીઓ આપશે પરીક્ષા
Board Exams 2024: સુરતમાં 1,60,313 વિધાર્થીઓ આપશે પરીક્ષા
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ આજથી થઈ ચૂક્યો છે. જેમાં સુરતમાં 589 કેન્દ્રો પરથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કેન્દ્રો પરથી કુલ 1,60,313 વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જે પૈકી ધોરણ 10 ના 91,446 વિધાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 50,330 અને 12 સાયન્સ માં 18,537 વિધાર્થીઓ પરીક્ષા આપશે. સુરત ખાતે તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવા આવ્યો છે.
સાથેજ શહેર અને જિલ્લાના 529 પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી પણ સજ્જ કરવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રો પર પોહચવામાં વિધાર્થીઓને અગવડતા પડે તો ટ્રાફિક પોલીસ મદદરૂપ બને એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષા કેન્દ્રો પર ઇલેક્ટ્રોનિક ડીવાઇઝ સહિતના સાહિત્ય લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રો પર પોહચવામાં મુશ્કેલી પડે તો વિધાર્થીઓ પોલીસ કંટ્રોલરૂમનો સંપર્ક કરી શકશે જેનાથી પોલીસ સ્થળ પર પોહચી વિધાર્થીઓ ને પરીક્ષા કેન્દ્રો સુધી પોહચાડવામાં મદદરૂપ બનશે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: