HomeGujaratSuspended Police Officer ARRESTED : સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીની ધરપકડ, સસ્પેન્ડેડ પોલીસકર્મી સામે...

Suspended Police Officer ARRESTED : સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીની ધરપકડ, સસ્પેન્ડેડ પોલીસકર્મી સામે હત્યાનો ગુનો – India News Gujarat

Date:

Suspended Police Officer ARRESTED : ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રીને મુક્કો મારતા મોત, વેવાણ વિશે ગંદી પોસ્ટ મૂકતા દીકરા સાથે વેવાઈ સમજાવવા ગયાં, પોલીસે મુક્કો મારતા લિવર-કિડની ફાટી ગયાં.

મૃતકના પુત્રની સાસુ વિશે સોશિયલ મીડિયા પર એક વિવાદિત પોસ્ટ મુકી હતી

સુરતમાં સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી દ્વારા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રીને છાતી પર મુક્કા મારતા મોત નીપજ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી દ્વારા મૃતકના પુત્રની સાસુ વિશે સોશિયલ મીડિયા પર એક વિવાદિત પોસ્ટ મુકી હતી. જે પોસ્ટ હટાવવા મુદ્દે અને સમાધાન કરવા પિતા-પુત્ર સસ્પેન્ડ પોલીસ કર્મચારીના ઘરે ગયા હતા. જ્યાં આરોપીએ મુક્કો મારતા મોત નિપજ્યું હતું.

પોસ્ટ હટાવવા મુદ્દે રોનકના પરિવારનો સંપર્ક કર્યો

સુરત પોલીસના સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીની હત્યા કેસમાં દડપકડ કરવામાં આવી છે.. અગાઉ દારૂની હેરાફેરી કેસમાં ઝડપાયેલા સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી હત્યા કેસમાં ઝડપાયો છે. ભેસ્તાન પોલીસ મથકના એસીપી દિપસિંહ વકીલના જણાવ્યાનુસાર, ઉન સ્થિત ભેસ્તાન ખાતે રહેતા સલીમ બાઘડીયા પોતાના સહ-પરિવાર જોડે રહે છે. પાંડેસરા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલ પ્રોહીબિશનના ગુનામાં સસ્પેન્ડ થયેલા પોલીસ કર્મચારી રોનક હીરાણીએ સોશિયલ મીડિયા પર એક વિવાદિત પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટને લઈ જમાઈ અને અને તેના પિતા દ્વારા આ પોસ્ટ હટાવવા મુદ્દે રોનકના પરિવારનો સંપર્ક કર્યો હતો. જોકે, સુમિત અને તેના પિતા આરોપી રોનક હીરાણીના ત્યાં ગયા હતા. જ્યાં પોતાની સાસુની પોસ્ટ હટાવી દેવા અંગે બંને પિતા-પુત્ર દ્વારા ભારે આજીજી કરવામાં આવી હતી. પોસ્ટ નહીં હટે. હું પોલીસ મથકમાં ફરજ બજાવ છું તેમ કહી રોનક હીરાણીએ રોફ જમાવ્યો હતો. જે બાદ સુમિતના પિતાને છાતી પર આરોપીએ મુક્કો માર્યો હતો. જે બાદ ઘટના સ્થળ પર જ ઢળી પડ્યા હતા અને મોતને ભેટ્યા હતા.

Suspended Police Officer ARRESTED : ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી જેલના સળિયા ગણતો કરી દીધો

ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ભેસ્તાન પોલીસ દ્વારા મૃતક સલીમ બાઘડીયાના પુત્ર સુમિત બાગડીયાની ફરિયાદના આધારે સસ્પેન્ડ પોલીસ કર્મચારી અને હત્યારા રોનક હીરાણી સામે હત્યાનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી જેલના સળિયા ગણતો કરી દીધો હતો. હત્યા કેસની વધુ તપાસ ભેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

તમે આ પણ વાંચી સકો છો :

Lok Sabha Election 2024: CM બેનર્જીના નિર્ણયથી ઇન્ડી ગઠબંધન નારાજ, જયરામ રમેશે કહ્યું આ

તમે આ પણ વાંચી સકો છો :

PM MODIએ SPના કિલ્લા પરથી ગર્જના કરી, આઝમગઢને વિકાસનો ‘ગઢ’ ગણાવ્યો

SHARE

Related stories

Latest stories