HomeGujaratST Depot - ઉમરગામમાં ને પેહલી વાર મળશે બસ ડેપો - India...

ST Depot – ઉમરગામમાં ને પેહલી વાર મળશે બસ ડેપો – India News Gujarat

Date:

રૂપિયા ૩.૩૦ કરોડના ખર્ચે બનશે બસ ડેપો: રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ કર્યું ખાતમુરત

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની ઘડીઓ વાગી રહી છે. ત્યારે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. સરકાર દ્વારા વિકાસના પડતર અને તૈયાર કામોના લોકાર્પણ અને ખાતમુરતના કાર્યક્રમમાં યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે રાજ્યના છેવાડા આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામ માં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમરગામના નવીન બસ સ્ટેશનનું રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુરત કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે રાજ્યનો છેવાડાનો તાલુકો અને ખૂબ જ મોટો ઔદ્યોગિક વિસ્તાર હોવા છતાં. અત્યાર સુધી ઉમરગામમાં બસ સ્ટેશનની સુવિધા પણ નહીં હતી.આ માટે લોકોએ અવારનવાર ઉમરગામને બસ સ્ટેશન ફાળવવા માટેની માંગ અને રજૂઆતો પણ થતી રહેતી હતી.જોકે અત્યાર સુધી ઉમરગામ બસ સ્ટેશન વિના જ હતું.પરંતુ હવે લોકોની આશાઓ સંતોષાઈ રહી છે. રૂપિયા 3.30 કરોડના ખર્ચે ઉમરગામ માં અધતન સુવિધા સભર બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓની સાથે વાત ઉમરગામના ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા પ્રદૂષણ ઓછું કરવા જુના વાહનોને સેવાનિવૃત કરી અને અધતન સુવિધા સાથેના નવા વાહનો વસાવવામાં આવી રહ્યા છે .જે અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા 4000 થી વધુ નવી બસો ખરીદવામાં આવી રહી છે.આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા શાળાન બાળકોમાં વિજ્ઞાન વિષયમાં અભ્યાસક્રમની રુચિ વધે તે માટે શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરવામાં આવી રહી છે.તેમ જાહેર કર્યું હતું.

SHARE

Related stories

Latest stories