HomeSurat NewsRural Studies: વિદ્યાર્થીઓને પશુપાલન વ્યવસાય અને ગૌશાળા વિશે જ્ઞાન અપાશે - INDIA...

Rural Studies: વિદ્યાર્થીઓને પશુપાલન વ્યવસાય અને ગૌશાળા વિશે જ્ઞાન અપાશે – INDIA NEWS GUJARAT

Date:

Rural Studies: બેચલર ઓફ રૂરલ સ્ટડીઝનો અભ્યાસ કરવાતી કોલેજોએ નર્મદ યુનિવર્સિટી સાથે જોડાણ માટે કેમ્પસમાં ગૌશાળા બનાવી 5 ગાય પાળવી પડશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કોલેજોને કેટલીક શરતોને આધિન માન્યતા અપાઈ છે.

યુનિવર્સિટી દ્વારા જાહેર માર્ગદર્શિકા મુજબ માન્યતા અપાશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં બેચલર ઓફ રૂરલ સ્ટડીઝનો અભ્યાસ કરાવતી કોલેજોએ નર્મદ યુનિવર્સિટી સાથે જોડાણ માટે કેમ્પસમાં ગૌશાળા બનાવી 5 ગાય પાળવી પડશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કોલેજોને કેટલીક શરતોને આધિન માન્યતા અપાઈ છે, જેમાં ખાસ કરીને બેચરલ ઓફ રૂરલ સ્ટડીઝનો અભ્યાસ કરાવતી કોલેજે યુનવર્સિટી સાથે જોડાણ કરવું હોય તો કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું પડશે. યુનિવર્સિટીએ જાહેર કરેલા નિયમોમાં ખાસ કરીને કોલજે કેમ્પસમાં ફરજિયાતપણે ગૌશાળા શરૂ કરવી પડશે. આ ગૌશાળામાં ઓછામાં ઓછી પાંચ ગાય હોવી જરૂરી છે, જ્યારે અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓને ગૌશાળાના સંચાલન અને પશુપાલનનું જ્ઞાન પણ આપવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓનો ગણવેશ પણ ખાદીનો રાખવા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે.

Rural Studies: યુનિવર્સિટી દ્વારા બનાવાયેલા નિયમઑ

યુનિવર્સિટી દ્વારા બીઆરએસ કોલેજ જોડાણ માટે બનાવાયેલા નિયમ મુજબ કોલજ માટે 7 એકર જમીન જરૂરી હોવાની સાથે છાત્રો માટે છાત્રાલય ફરજિયાત હોવું જોઈએ. સાથેજ વિષય અનુરૂપ પાક કૌતુકાલય, ઔષધિય બાગ, વર્મી કમ્પોસ્ટ, નર્સરી, ગાદી ક્યારા બનાવવા ગૌશાળા સાથે લઘુત્તમ 5 ગાય પણ જોઈશે એમ જણાવાયું છે. કોલેજમાં કૃષિ પ્રયોગશાળા, માટી, પાણી પૃથ્થકરણ માટે કોમ્પ્યુટર લેબ પણ જરૂરી હોવી જૉઇએ. સાથે કોલેજોની લાયબ્રેરીમાં વિષય અનુસાર કુલ 15 હજાર પુસ્તક જરૂરી હોવા જોઈએ એમ નિયમોમાં જણાવ્યું છે.

તમે આ પણ વાંચી શકો છો:

‘Beti Padhao’ Scholarship/આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ ‘બેટી પઢાઓ’ શિષ્યવૃત્તિ પહેલને આગળ ધપાવવા માટે પ્રોટેઈન સાથેનું જોડાણ રિન્યુ કર્યું/INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

જાણો કોણ છે PM MODIના કાશ્મીરી મિત્ર નાઝીમ, જેની સાથે પીએમ મોદીએ ક્લિક કરી સેલ્ફી

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories