દરિયા કિનારે જ રેતીના શિવલિંગ ની સ્થાપના કરાઈ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં શિવરાત્રી મહાપર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર આવેલા મહારાષ્ટ્રના ઝાઈ માં શિવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. દરિયાકિનારે આવેલા ઝાઈમાં દર વર્ષે દરિયા કિનારે મેળા જેવો માહોલ સર્જાય છે જ્યાં આસપાસના લોકો મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉમટે છે. અને દરિયા કિનારે જ રેતીના શિવલિંગ ની સ્થાપના કરે છે. ત્યારબાદ તેની પૂજા અર્ચના કરે છે. આજે પણ શિવરાત્રી નિમિત્તે દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ઉમટ્યા હતા. નાના બાળકો અને વડીલોએ પણ મળીને દરિયા કિનારે વિવિધ સ્વરૂપે ભગવાન શિવના શિવલિંગની સ્થાપના કરી હતી. અને તેની પૂજા અર્ચના કરી હતી. આમ દરિયા કિનારે શિવલિંગોનું વિશેષ મહત્વ હોય છે. અને આ શિવલિંગોને સ્વયમ સમુદ્ર દેવ પણ અભિષેક કરતા હોય તેવી માન્યતાને લઈ દરિયા કિનારા ના શિવલિંગો પ્રત્યે લોકોની વિશેષ શ્રદ્ધા છે.