500 Years Old Mahadev Temple : 100 વર્ષથી અહી શિવરાત્રીનો ભરાય છે મેળો. કર્દમેસ્વર મહાદેવજી મંદિર ઉજવળ સંસ્કૃતિનું પ્રતિક.
કર્દમેસ્વર મહાદેવજીનું મંદિર ભારત વરસની ઉજવળ સંસ્કૃતિના પ્રતિક
દક્ષીણ ગુજરાતના અતિ પોરાણિક શિવાલયોમાનું એક અતિ પોરાણિક શિવ મંદિર તાપી જીલ્લામાં આવેલું છે, ખુલ્લા કુદરતી વાતાવરણની વચ્ચે આવેલ આ શિવાલય નયન રમ્ય છે, જીલ્લાના વડા મથક વ્યારાથી આશરે 15 કી.મી. ના અંતરે આવેલ બાલપુર ગામમાં આશરે 500 વરસ જુના ઐતીહાશિક કર્દમેસ્વર મહાદેવજીનું મંદિર ભારત વરસની ઉજવળ સંસ્કૃતિના પ્રતિક સમાન છે.
પાંચ મહાદેવજીના નામો પણ ક અક્ષરથી શરુ થાય છે
અહી સ્થિત શિવજીનું વિશેસ મહત્વ છે, ભારત દેશના 12 જ્યોતિર્લીંગના દર્શન કરવાથી ભક્તને જે પુણ્ય મળે છે, તેટલુજ પુણ્ય દક્ષીણ ગુજરાતના સુરત તેમજ તાપી જીલ્લામાં આવેલ પાંચ મહાદેવજીના એક દિવસમાં દર્શન કરવાથી મળે છે, તેવું અહીના લોકોનું માનવું છે, સાથે વિશેષ બાબત એ છે કે આ પાંચ મહાદેવજીના નામો પણ ક અક્ષરથી શરુ થાય છે, જેમાં સુરતના કાશીવિશ્વનાથ, કન્તારેસ્વર, કપીલેસ્વર, કેદારેશ્વર મહાદેવજીનો સમાવેશ થાય છે જયારે, તાપી જીલ્લામાંથી વ્યારાના બાલપુરગામ સ્થિત કર્દમેસ્વર મહાદેવજીના દર્શન માત્રથી થાય છે.. અહીં દર શિવરાત્રીના દીને મેળો ભરાય છે, જેમાં ઘર વપરાશની વસ્તુઓની સાથોસાથ ખેત ઓજારો અને કપડાં રમકડાં વગેરે વસ્તુઓ મળે છે, અહીં આવતા ભક્તો મંદિરમાં બિરાજમાન શિવજીના દર્શનની સાથે મહાપ્રસાદીનો લાભ લઇ મેળાનો આનંદ લેતા ચૂકતા નથી.
500 Years Old Mahadev Temple : ગરમ પાણીના ઝરાએ શિવજીની મહિમાનું પ્રત્યક્ષ ઉદાહરણ પૂરું પાડે છે
આ પોરાણિક શિવાલયમાં શિવશક્તિના અનોખા દર્શન જોવા મળે છે, મંદિરની આશાપાસ ગરમ ઠંડા પાણીના કુંડો, શિવજીની જટા માંથી અવિરત વહેતા ગરમ પાણીના ઝરાએ શિવજીની મહિમાનું પ્રત્યક્ષ ઉદાહરણ પૂરું પાડે છે, કુદરતી વાતાવરણમાં સ્થિત આ મંદિર નયનરમ્ય છે, આ પુરાણ પ્રશીધ્ધ મંદિરની પાસે સો વર્ષ કરતા વધુ સમયથી ભરાતો મેળામાં હજારોની સંખ્યામાં લોકો આવે છે, આ પૌરાણિક મંદિરની એકવાર મુલાકાત કરી જીવનને ધન્ય બનાવવાનો લાહવો અવશ્ય લેવો જોઈએ…
તમે આ પણ વાંચી સકો છો :
જાણો કોણ છે PM MODIના કાશ્મીરી મિત્ર નાઝીમ, જેની સાથે પીએમ મોદીએ ક્લિક કરી સેલ્ફી
તમે આ પણ વાંચી સકો છો :
Lok Sabha Elections: અખિલેશે BSP સાથે ગઠબંધનની શક્યતા નકારી કાઢી, જાણો શું કહ્યું